બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાવાગઢના માઈભક્તો માટે મહત્વના સમાચાર: આજથી 6 દિવસ સુધી રોપ-વે સેવા બંધ, આ તારીખથી ફરી શરૂ થશે
Last Updated: 10:23 AM, 3 August 2026
પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ ખાતે ચાલતી રોપવે સેવા આજથી લઈને 8 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પાંચ દિવસ માટે સેવા સ્થગિત કરવામાં આવી
મળતી માહિતી મુજબ, રોપવે પર નિયમિત મેન્ટેનન્સ અને તકનીકી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી પાંચ દિવસ માટે સેવા સ્થગિત કરવામાં આવી છે. યાત્રાળુઓની સુરક્ષા અને રોપવેના સુચારુ સંચાલનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે.
ADVERTISEMENT
પગથિયાં અથવા અન્ય ઉપલબ્ધ વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ
ADVERTISEMENT
આ સમયગાળા દરમિયાન પાવાગઢ પહોંચતા ભક્તોએ મંદિર સુધી પહોંચવા માટે પગથિયાં અથવા અન્ય ઉપલબ્ધ વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડશે.
ADVERTISEMENT
8 ઓગસ્ટથી રોપવે સેવા ફરીથી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે
તંત્રએ વધુમાં જણાવ્યું છે કે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ 8 ઓગસ્ટથી રોપવે સેવા ફરીથી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે. પાવાગઢ દર્શન માટે આયોજન કરી રહેલા યાત્રાળુઓને મુસાફરી પહેલાં આ સૂચનાને ધ્યાનમાં રાખવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.