બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કોંગ્રેસથી BJP સુધીની સફર... હવે અચાનક આપ્યું રાજીનામું, જાણો કોણ છે શહેઝાદ પૂનાવાલા?

નેશનલ / કોંગ્રેસથી BJP સુધીની સફર... હવે અચાનક આપ્યું રાજીનામું, જાણો કોણ છે શહેઝાદ પૂનાવાલા?

Published By: Pravin Joshi

Last Updated: 06:57 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટી (BJP) ના ફાયરબ્રાન્ડ રાષ્ટ્રીય પ્રવક્તા અને જાણીતા ફેસ શહઝાદ પૂનાવાલાએ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસથી પોતાની રાજકીય સફર શરૂ કરનાર 38 વર્ષીય શહઝાદ પૂનાવાલા બાદમાં ભાજપના સૌથી મજબૂત પ્રવક્તા બનીને ઉભરી આવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જોકે, આ અંગે હજુ સુધી ભાજપ કે શહઝાદ પૂનાવાલા તરફથી કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેમના બદલાયેલા બાયો અને સંકેતોએ સ્પષ્ટ ચિત્ર રજૂ કર્યું છે. અહેવાલો મુજબ, 38 વર્ષીય પૂનાવાલાએ પાર્ટી લીડરશિપને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

didha - 2026-07-31T175049.717

પુણેમાં જન્મ અને વકીલાતથી રાજકારણ સુધી

શહઝાદ પૂનાવાલાનો જન્મ 1987 માં પુણેમાં થયો હતો. બાળપણમાં જ પિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેમની માતા યાસ્મીન પૂનાવાલાએ શહઝાદ અને તેમના ભાઈ તહસીનનો ઉછેર કર્યો હતો. વકીલ અને સામાજિક કાર્યકર તરીકે કારકિર્દી શરૂ કરનાર શહઝાદ અને તેમના ભાઈ તહસીન શરૂઆતમાં કોંગ્રેસ માટે સાથે કામ કરતા હતા. પરંતુ શહઝાદે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો ત્યારે બંને ભાઈઓ વચ્ચે પણ મતભેદો સર્જાયા હતા.

કોંગ્રેસથી રાજકીય કારકિર્દીની શરૂઆત

શહઝાદે વર્ષ 2008 માં કોંગ્રેસ પાર્ટી સાથે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. પોતાની કાર્યક્ષમતાના બળે તેઓ ઝડપથી આગળ વધ્યા. તેમણે પુણેમાં કોંગ્રેસ યુવા મોરચાના ઉપપ્રમુખ, કોંગ્રેસના મીડિયા સેલના સભ્ય અને ત્યારબાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના મહાસચિવ તરીકે મહત્વની જવાબદારીઓ નિભાવી હતી.

didha - 2026-07-31T174955.301

2017 માં કોંગ્રેસ સાથે છેડા ફાડ્યા

વર્ષ 2017 માં કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન શહઝાદે પક્ષની આંતરિક ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા હતા અને ગડબડના આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આખું ઈકોસિસ્ટમ રાહુલ ગાંધીને પ્રમુખ બનાવવા કામ કરી રહ્યું છે. તેમણે રાહુલ ગાંધીને પદ પરથી રાજીનામું આપી સામાન્ય કાર્યકરની જેમ ચૂંટણી લડવા પડકાર ફેંક્યો હતો, જેના કારણે ઉત્પન્ન થયેલા તણાવ બાદ તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી.

પીએમ મોદીએ કર્યા વખાણ અને ભાજપમાં એન્ટ્રી

જ્યારે શહઝાદ કોંગ્રેસ પર સતત આકરા પ્રહારો કરી રહ્યા હતા, ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહઝાદ પૂનાવાલાની હિંમતના જાહેરમાં વખાણ કર્યા હતા. આ ઘટના બાદ શહઝાદનો રાજકીય ગ્રાફ બદલાઈ ગયો અને તેઓ ભાજપમાં જોડાયા. ટૂંક સમયમાં જ તેમને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા. ભાજપમાં મુસ્લિમ ચહેરો હોવાને નાતે તેમણે ત્રિપલ તિલાક, UCC અને CAA જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ટેલિવિઝન ડિબેટ્સમાં સરકારનો પક્ષ ખૂબ જ મજબૂતીથી રજૂ કર્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં 'ઓપરેશન સરહદ' શરૂ, આતંકીઓના સંપર્કમાં આવેલા શંકાસ્પદ લોકો પર ATSની રાજ્યવ્યાપી નજર

ભાજપમાંથી રાજીનામું આપવાનું કારણ

પોતાના રાજીનામા પાછળનું કારણ સ્પષ્ટ કરતા શહઝાદ પૂનાવાલાએ એક જૂના પોડકાસ્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી પછી જ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવા માંગતા હતા. પરંતુ લોકસભા ચૂંટણી પરિણામો બાદ તેમણે વિચાર્યું કે બંગાળ, મહારાષ્ટ્ર, હરિયાણા અને બિહાર જેવી મહત્વની રાજ્યોની આગામી ચૂંટણીઓમાં ભાજપને મદદ કર્યા પછી રાજીનામું આપવું યોગ્ય રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PoliticsNews BJP ShehzadPoonawalla

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ