બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VIDEO : પાવાગઢ ડૂંગરના પગથિયાં પર વહેતા ઝરણા વચ્ચે ચાલતાં દેખાયા શ્રદ્ધાળુઓ, જુઓ અદ્દભુત નજારો
Last Updated: 07:34 PM, 31 July 2026
ગુજરાતના બાકીના વિસ્તારોની જેમ યાત્રાધામ પાવાગઢ પર પણ મેઘરાજા મન મૂકીને વરસ્યાં હતા. ભારે વરસાદને કારણે પાવાગઢના પગથિયાં પર પાણી વહેતા થયા હતા. ડૂંગર પર 2 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો. ઝરણા વધુ પડતા વહેવાને કારણે તંત્ર દ્વારા રસ્તાઓ પર બંધ કરાયા હતા.
ADVERTISEMENT
પાવાગઢ ડુંગર પર વરસ્યો વરસાદ, વરસાદ ને કારણે પાવાગઢ ના દાદર પર પાણી વહેતા થયા, 2 ઇચ કરતા વધુ વરસાદ ને કારણે ડુંગર પર વરસ્યો વરસાદ..#Pavagadh #HeavyRain #Panchmahal #Monsoon #RainUpdate #GujaratNews #VTVDigital pic.twitter.com/1xNZ22w3Zs
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 31, 2026
ડૂંગર પર શ્રદ્ધાળુઓનું ચડાણ બંધ
ADVERTISEMENT
ભારે વરસાદને પગલે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રે ડૂંગર પર શ્રદ્ધાળુઓના ચડાણને બંધ કરાવ્યું હતું.
ADVERTISEMENT
24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, 31 જુલાઈના રોજ ગુજરાતના 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આજે સાંજે 5 વાગ્યાથી લઈને આગામી 24 કલાક દરમિયાન જિલ્લામાં ભારેથી અતિ ભારે તેમજ કેટલાંક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડાવાની પૂરતી શક્યતાઓ રહેલી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.