બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતથી અમદાવાદ વંદે ભારત ટ્રેનમાં 'ધબકતું હૃદય' લવાયું, બંધ પેટીમાં યુએન મહેતા હોસ્પિટલ લઈ જવાયું
Last Updated: 05:50 PM, 31 July 2026
રેલવેના ઈતિહાસમાં પ્રથમવાર એક અભૂતપૂર્વ કામ થયું છે. હકીકતમાં વંદે ભારત ટ્રેનમાં સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયને લવાયું હતું. કાલુપુર રેલવે સ્ટેશને બંધ પેટીમાં ઉતરેલા હૃદયને ગ્રીન કોરિડોર કરીને યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચાડાયું હતું અને જે એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. દર્દીને નવું જીવન આપવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ મિશન સફળ છે.
ADVERTISEMENT
217 મિનિટમાં સુરતથી અમદાવાદ આવ્યું
આ ધબકતા હૃદયને 217 મિનિટમાં સુરતથી અમદાવાદ લવાયું હતું.
ADVERTISEMENT
અભિયાન અત્યંત સંવેદનશીલ
આ સમગ્ર અભિયાન અત્યંત સંવેદનશીલ હતું. આ માટે ભારતીય રેલવે, ગુજરાત રાજ્ય પોલીસ, રેલવે સુરક્ષા દળ (RPF) અને તબીબી ટીમો વચ્ચે ઉત્કૃષ્ટ સંકલન જોવા મળ્યું. તમામ એજન્સીઓએ એકસાથે કામ કરીને જીવન બચાવવાના આ મિશનને સફળ બનાવ્યું.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : અમદાવાદમાં ધોળે દિવસે અંધારપટ છવાયો, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
શું બોલ્યાં રેલ પ્રબંધક
ADVERTISEMENT
આ અંગે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે, ભારતીય રેલવે માટે આ ગૌરવની ક્ષણ છે. વંદે ભારત એક્સપ્રેસની સમયપાલન ક્ષમતા તથા વિવિધ એજન્સીઓ વચ્ચેના અસરકારક સંકલનને કારણે આ અભિયાન સફળ બન્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.