બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:00 PM, 30 July 2026
1/5
નિવૃત્તિ પછીની નાણાકીય ચિંતાઓથી બચવા માટે યોગ્ય સમયે રોકાણ શરૂ કરવું ખૂબ જ જરૂરી છે. નાની ઉંમરે નિયમિત રીતે કરવામાં આવતું નાનું રોકાણ પણ ચક્રવૃદ્ધિ (Compounding) ની શક્તિને કારણે લાંબા ગાળે મોટું ફંડ બનાવી શકે છે. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) બજાર આધારિત યોજના હોવાથી તેમાં મળતું રિટર્ન ચોક્કસ હોતું નથી, પરંતુ લાંબા ગાળે સરેરાશ 9% થી 12% વાર્ષિક રિટર્ન મળવાની શક્યતા રહે છે.
2/5
જો કોઈ વ્યક્તિ 30 વર્ષની ઉંમરથી દર મહિને ₹5,000 NPS માં રોકાણ કરવાનું શરૂ કરે અને 60 વર્ષની ઉંમર સુધી સળંગ 30 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખે, તો વાર્ષિક 10% ના અનુમાનિત રિટર્ન મુજબ તેનું ગણિત નીચે મુજબ રહેશે: માસિક રોકાણ: ₹5,000 રોકાણનો સમયગાળો: 30 વર્ષ કુલ જમા રકમ: ₹18,00,000 અનુમાનિત રિટર્ન: ₹95,02,440 કુલ મેચ્યોરિટી ફંડ: ₹1,13,02,440 (લગભગ ₹1.13 કરોડ)
3/5
NPS ના નિયમો અનુસાર, 60 વર્ષ પૂરા થવા પર તમામ ફંડ એકસાથે ઉપાડી શકાતું નથી.. એકસાથે ઉપાડ (Lumpsum): મેચ્યોરિટી રકમ ₹1,13,02,440 માંથી 60% એટલે કે આશરે ₹67,81,464 એકસાથે ટેક્સ-ફ્રી ઉપાડી શકાય છે. એન્યુઇટી (Annuity): બાકીના 40% એટલે કે આશરે ₹45,20,976 ની એન્યુઇટી ખરીદવી ફરજિયાત છે, જેના આધારે માસિક પેન્શન મળે છે. જો એન્યુઇટી પર 6% વાર્ષિક વ્યાજ મળે, તો નિવૃત્તિ પછી દર મહિને આશરે ₹22,000 થી ₹26,000 ની પેન્શન મળી શકે છે.
4/5
જો કોઈ વ્યક્તિ નોકરી છોડી દે છે, તો પણ તેનું NPS એકાઉન્ટ બંધ થતું નથી. જો તે આગળ નવું યોગદાન આપવાનું બંધ કરી દે, તો પણ ખાતામાં પહેલેથી જમા રકમ બજારના પરફોર્મન્સ મુજબ વધતી રહે છે. ધારો કે કોઈ વ્યક્તિના NPS ખાતામાં 30 વર્ષની ઉંમરે ₹7,00,000 જમા છે અને ત્યારબાદ તે નોકરી છોડીને નવું કોઈ રોકાણ કરતો નથી. જો આ રકમ આગામી 30 વર્ષ સુધી વ્યાજ સાથે વધતી રહે અને વાર્ષિક સરેરાશ 10% રિટર્ન મળે, તો ગણતરી આ મુજબ થશે: NPS માં જમા રકમ: ₹7,00,000 આગળ નવું રોકાણ: ₹0 રોકાણનો સમયગાળો: 30 વર્ષ અનુમાનિત રિટર્ન: 10% વાર્ષિક 60 વર્ષની ઉંમરે ફંડ: આશરે ₹1.22 કરોડ (₹1,22,18,000)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ