બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / HSRP નંબર પ્લેટમાં સસ્તા રિવેટ્સ નહીં ચાલે! RTOએ જાહેર કરી નવી ગાઈડલાઈન

ગુજરાત / HSRP નંબર પ્લેટમાં સસ્તા રિવેટ્સ નહીં ચાલે! RTOએ જાહેર કરી નવી ગાઈડલાઈન

Published By: Nidhi Panchal

Last Updated: 02:56 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરના ભારે વરસાદ બાદ અનેક વાહનોની HSRP નંબર પ્લેટ તૂટી પડવા અને ખોવાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુભાષબ્રિજ RTOએ ડીલરો માટે સ્નેપ લોક સિસ્ટમ ફરજિયાત બનાવવાની કડક સૂચના જાહેર કરી છે.

તાજેતરના ભારે વરસાદ દરમિયાન અનેક વાહનોની હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) તૂટી પડવા અથવા ખોવાઈ જવાની ઘટનાઓ બાદ સુભાષબ્રિજ આરટીઓએ તમામ અધિકૃત ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ડીલર્સને એચએસઆરપી નંબર પ્લેટ ફક્ત સ્નેપ લોક સિસ્ટમથી જ ફિટ કરવાની કડક સૂચના આપી છે. કેન્દ્રીય મોટર વાહન નિયમો મુજબ સ્નેપ લોક ફરજિયાત છે.

hrsp

આરટીઓની તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક ડીલરો ખર્ચ બચાવવા માટે સ્નેપ લોકના બદલે સામાન્ય અને સસ્તા રિવેટ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. પરિણામે ભારે વરસાદ, વાહન ધોવા અથવા લાંબા ઉપયોગ બાદ નંબર પ્લેટ છૂટી પડવાની શક્યતા વધી જાય છે, જેના કારણે વાહનમાલિકોને મુશ્કેલી અને આર્થિક નુકસાન ભોગવવું પડે છે.

આ પણ વાંચો : પોળ વિસ્તારોમાં હજારો પરિવારો જોખમમાં! સબસિડી લોન અને સરળ રીડેવલપમેન્ટની માંગ તેજ

સુભાષબ્રિજ આરટીઓ બી.આર. સૂર્યવંશીએ જણાવ્યું કે નિયમો મુજબ એચએસઆરપી માત્ર નૉન-રિમૂવેબલ અને નૉન-રીયુઝેબલ સ્નેપ લોકથી જ લગાવવી જરૂરી છે. ૨૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલી સૂચનામાં સ્પષ્ટ કરાયું છે કે સ્નેપ લોકના બદલે સામાન્ય રિવેટ્સનો ઉપયોગ નિયમભંગ ગણાશે અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

HSRP Number Plate Snap Lock RTO Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ