ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ સામુહિક આપઘાત કેસમાં નવો ખુલાસો, મોટાપાયે પૈસાની ઉઘરાણી થતા કર્યો આપઘાત

ખુલાસો / રાજકોટ સામુહિક આપઘાત કેસમાં નવો ખુલાસો, મોટાપાયે પૈસાની ઉઘરાણી થતા કર્યો આપઘાત

Published By: Vishal Khamar

Last Updated: 09:44 AM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ગત રોજ એક જ પરિવારના 3 સભ્યોનાં સામૂહિક આપઘાત મામલે પ્રાથમિક તપાસમાં પૈસાની ઉઘરાણી હોવાનું સામે આવવા પામ્યું છે. વર્ષ 2018 માં દિલીપ ખખ્ખરના મોટા ભાઈ પરાગે આપઘાત કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

ADVERTISEMENT

રાજકોટ શહેરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. નિવૃત્ત PWD કર્મચારી દિલીપભાઈ ખખ્ખર, તેમની પત્ની સ્મિતાબેન ખખ્ખર અને પુત્ર નિશિત ખખ્ખરના મૃતદેહ મળી આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

પોલીસે તપાસ શરૂ કરી

પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણને કારણે આ પગલું ભરાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસને મળતી પ્રાથમિક માહિતી મુજબ પરિવારના પુત્રે અનેક લોકો પાસેથી નાણાં ઉધાર લીધા હતા અને છેલ્લા કેટલાક સમયથી દેવું પરત માંગવા માટે લોકો સતત સંપર્ક કરી રહ્યા હતા. જોકે, પોલીસે હજુ સુધી આર્થિક કારણોને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી અને તમામ પાસાઓની તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.

પોલીસે પરિવારજનોના નિવેદન લીધા

પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી હજુ સુધી સામૂહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ દર્શાવતો કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. ફોરેન્સિક તપાસ, પુરાવાઓનું સંકલન અને પરિવારજનો તેમજ સંબંધિત લોકોના નિવેદનોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

2018માં પણ પરિવારના મોટા પુત્રે કર્યો હતો આપઘાત

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં પણ પરિવારના મોટા પુત્ર પરાગ ખખ્ખરે આપઘાત કર્યો હતો. હવે ફરી એકવાર પરિવારના ત્રણ સભ્યોના અકાળે મૃત્યુથી સગા-સંબંધીઓ અને પરિચિતોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચોઃ વાલીઓ માટે રાહતના સમાચાર! ધોરણ-1માં પ્રવેશ માટે બાલવાટિકાનું પ્રમાણપત્ર ફરજિયાત નહીં

પોલીસે જણાવ્યું છે કે હાલ તમામ સંભવિત કારણોની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot suicide news Rajkot family suicide case Rajkot Ajanta Park suicide case

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ