બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / વૈભવ સૂર્યવંશી વિવાદ પર અશ્વિનની સ્પષ્ટતા: 'અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો'
5 ફોટો ગેલેરી
Last Updated: 08:07 PM, 29 July 2026
1/5
ભારતીય ટીમના 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પોતાની વિસ્ફોટક બેટિંગથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પોતાની છાપ છોડી રહ્યો છે. ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને તેણે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વૈભવના આ પ્રદર્શનથી પ્રભાવિત થઈને ક્રિકેટના અનેક દિગ્ગજો હવે તેને વનડે ટીમમાં લાવવાની માંગ કરી રહ્યા છે. જોકે, આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યું હતું. અશ્વિને કહ્યું હતું કે જો વૈભવ પ્લેઇંગ ઈલેવનમાં ન હોય તો તે બહાર બેસીને ડ્રિંક્સ પાઈ શકે છે. આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ભારે બહસ શરૂ થઈ ગઈ હતી, જેના પર હવે અશ્વિને પોતે સફાઈ આપી છે.
2/5
અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે તેના નિવેદનનો હેતુ ટીકા કરવાનો કે વૈભવને કમજોર આંકવાનો બિલકુલ નહોતો. એક વરિષ્ઠ ખેલાડી તરીકે તે માત્ર એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે કરિયરના શરૂઆતના દિવસોમાં ડ્રેસિંગ રૂમ અને બેંચ પર બેસીને દિગ્ગજ ખેલાડીઓને રમતા જોવા એ પણ શીખવાનો એક મોટો ભાગ છે. અશ્વિનના મતે, આટલી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દબાણને સહન કરવું સરળ નથી હોતું. જો વૈભવ કેટલીક મેચોમાં બહાર બેસીને સિનિયર ખેલાડીઓની રમત જુએ છે તો તેનાથી તેને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. અશ્વિને ઉમેર્યું, "મેં કહ્યું હતું કે વૈભવ બહાર બેસીને ડ્રિંક્સ પાઈ શકે છે, પરંતુ તે કોઈ અપમાનજનક અંદાજમાં નહોતું. હું કહેતો હતો કે તેને હજુ ઘણું શીખવાનું બાકી છે. તેને ડ્રોપ કરવા કે પિક કરવાની વાતો છોડીને હજુ વધુ નિખરવા દો, તે આગળ જઈને એક બહેતરીન ખેલાડી બનશે."
3/5
ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યા બાદ વૈભવે ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં 2 શાનદાર અડધી સદી ફટકારી હતી. જોકે, ઇંગ્લેન્ડ શ્રેણી દરમિયાન ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરના બાઉન્સર બોલ સામે તેને થોડી મુશ્કેલી પડી હતી, જેના પછી તેની બેટિંગ ટેકનિક પર સવાલો ઊભા થયા હતા.
4/5
અશ્વિને ક્રિકેટ ફેન્સ અને વિવેચકોને ધીરજ રાખવાની સલાહ આપી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું ઉદાહરણ આપતા કહ્યું કે દરેક ખેલાડીની કોઈને કોઈ નબળાઈ હોય છે. વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક રિકી પોન્ટિંગ પણ શોર્ટ બોલ પર આઉટ થતા હતા. ટ્રેન્ટ બ્રિજ ખાતે જોફ્રા આર્ચર જેવા વર્લ્ડ ક્લાસ બોલરનો સામનો કરવો એ વૈભવ માટે એક નવો અનુભવ છે, આ કોઈ નિષ્ફળતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
5 ફોટોઝ
Petrol-Diesel Price Hike / યુદ્ધ અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહ્યું છે, પરંતુ બરબાદ પાકિસ્તાન થઈ ગયું, લેવો પડ્યો આ નિર્ણય
ટોપ સ્ટોરીઝ