બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / નક્ષત્ર સેફ વૉલ્ટ ચોરી કેસમાં ચોંકાવનારા ખુલાસા, પૂણેથી ચાવી બનાવવાનો કારીગર બોલાવ્યા, Geminiની મદદ લીધી
Last Updated: 08:36 PM, 29 July 2026
સુરત: સુરતના સિંગણપોર કોઝવે રોડ પર આવેલી નક્ષત્ર સેફ વોલ્ટમાં ગ્રાહકોના કિંમતી દાગીનાની ચોરીના કેસમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સેફ વોલ્ટના માલિકોએ જ પોતાના ગ્રાહકોના લોકરમાંથી સોનાની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અત્યાર સુધીમાં ચોરીનો આંકડો વધીને 322.5 તોલા સોનું, અંદાજે ₹3.49 કરોડ સુધી પહોંચી ગયો છે.
ADVERTISEMENT
પોલીસે આ કેસમાં ચોરીનું સોનું ખરીદનારા બે જ્વેલર્સની પણ ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં મુખ્ય આરોપીઓ સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
તપાસમાં સામે આવ્યું છે કે નક્ષત્ર સેફ વોલ્ટના મુખ્ય સંચાલક મહેશ દિયોરા અને તેમના બે પુત્રો હર્ષ દિયોરા તથા હરિકૃષ્ણ દિયોરાને શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન આશરે ₹3 કરોડનું નુકસાન થયું હતું. આ નુકસાનની ભરપાઈ કરવા માટે પિતા-પુત્રોએ પોતાના જ ગ્રાહકોના લોકર તોડીને સોનાની ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
ADVERTISEMENT
નક્ષત્ર સેફ વોલ્ટની સુરતમાં ચાર બ્રાન્ચો છે – વરાછા, મહિધરપુરા-1, મહિધરપુરા-2 અને સિંગણપોર. વરાછા અને મહિધરપુરાની બ્રાન્ચો હીરા બજાર નજીક હોવાથી ત્યાં ગ્રાહકોની અવરજવર વધુ રહેતી હતી. જ્યારે સિંગણપોર બ્રાન્ચ રહેણાંક વિસ્તારમાં આવેલી હોવાથી ઘણા ગ્રાહકો માત્ર લગ્ન કે તહેવારો દરમિયાન જ લોકર ખોલતા હતા. આ જ કારણસર આરોપીઓએ સિંગણપોર બ્રાન્ચ પસંદ કરી જેથી લાંબા સમય સુધી ચોરીનો ભાંડો ફૂટે નહીં.
ADVERTISEMENT
આ કાવતરાને અંજામ આપવા માટે આરોપીઓએ પુણાના ચાવી બનાવતા કારીગર મણીભાઈ રાજભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો હતો. લાંબા સમયથી બંધ રહેલા લોકરોની યાદી તૈયાર કરવામાં આવતી હતી. ત્યારબાદ રાત્રિના સમયે પ્રતિ લોકર ₹1,200 ચૂકવી માસ્ટર કી વડે લોકર ખોલવામાં આવતું, માત્ર સોનાના દાગીના કાઢી લેવામાં આવતા અને પછી લોકરને ફરી પહેલાંની જેમ બંધ કરી દેવામાં આવતું જેથી કોઈને શંકા ન જાય.
ADVERTISEMENT
તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી હર્ષ અને હરિકૃષ્ણ દિયોરાએ ડિજિટલ પુરાવા નાબૂદ કરવા માટે Google Gemini પર માહિતી શોધી હતી. CCTV ફૂટેજ અને હાર્ડ ડિસ્કમાંથી ડેટા કાયમી રીતે કેવી રીતે ડિલીટ કરવો અને ફોરેન્સિક તપાસમાં પણ ડેટા રિકવર ન થઈ શકે તે અંગે માર્ગદર્શન મેળવી તેમણે CCTV ફૂટેજ ડિલીટ કરી દીધા હતા.
આ પણ વાંચો- ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં 5 બાળકોના જીવ ભરખી ગયો, આ જિલ્લામાંથી મળ્યા કેસ
ADVERTISEMENT
શરૂઆતમાં પોલીસે ₹2.68 કરોડની ચોરીનો ગુનો નોંધ્યો હતો. જોકે વધુ લોકરધારકો દ્વારા તપાસ કરાતા નવા કેસ સામે આવ્યા છે. ડાહ્યા દુલા અણઘણના 29 તોલા, વિપુલ ચોવટીયાના 27.5 તોલા અને રાજેશ માલવિયાના 60 તોલા સહિત કુલ 116.5 તોલા સોનાની વધારાની ચોરી સામે આવતા કુલ ચોરીનો આંકડો હવે ₹3.49 કરોડ સુધી પહોંચ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર હજુ પણ ઘણા લોકરધારકો બહારગામ હોવાથી તેમના લોકરોની તપાસ બાકી છે. તેથી ચોરીનો કુલ આંકડો ₹5 કરોડથી વધુ પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સિંગણપોર પોલીસ સ્ટેશનના PI પી. એમ. ચૌધરી અને તેમની ટીમે તપાસ દરમિયાન ચોરીનું સોનું ખરીદનાર કૌશલ સુપેડા અને મિતેશ પારેખ નામના બે જ્વેલર્સની પણ ધરપકડ કરી છે. બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવી પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.