બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / જોરદાર વિવાદ: Gen Z પર ટિપ્પણી કરતાં રાખીએ કંગનાને કહી 'ચૂડેલ' અને 'ગટર માઉથ'!

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / જોરદાર વિવાદ: Gen Z પર ટિપ્પણી કરતાં રાખીએ કંગનાને કહી 'ચૂડેલ' અને 'ગટર માઉથ'!

Last Updated: 04:17 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સોશિયલ મીડિયા સેન્સેશન રાખી સાવંતે ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ મોરચો મંડ્યો છે. CJP ની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારી દેશની યુવતીઓ અને Gen Z પ્રોટેસ્ટર્સને 'ગટર' કહેવા બદલ રાખી સાવંતે કંગના પર તીખા પ્રહારો કર્યા છે.

1/6

photoStories-logo

1. જોરદાર વિવાદ: Gen Z પર ટિપ્પણી કરતાં રાખીએ કંગનાને કહી 'ચૂડેલ' અને 'ગટર માઉથ'!

સોશિયલ મીડિયા ક્વીન રાખી સાવંતે Gen Z વિદ્યાર્થી પ્રોટેસ્ટર્સ પર ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની વિવાદાસ્પદ ટિપ્પણીઓ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. વિદ્યાર્થીઓ અને દેશની યુવા દીકરીઓના સમર્થનમાં આવતાં 47 વર્ષીય રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કરીને કંગના રનૌતની બોલતી બંધ કરી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રાખી સાવંતે કંગના રનૌત પર કર્યા પ્રહારો

રાખી સાવંતે જણાવ્યું હતું કે દેશની યુવતીઓ અને વિદ્યાર્થીઓ વિશે ભાજપ સાંસદને આ પ્રકારની ગંદી ભાષા વાપરવાની કોઈ જરૂર નહોતી. રાખી સાવંતે કંગનાની માનસિક સ્થિતિ અને તેના રાજકીય સફર પર સવાલો ઉઠાવતા કહ્યું, તમે MP બનવા માટે શું કર્યું? જો તમે હવે ફરી ક્યારેય ચૂંટણી લડશો, તો તમને લોકોના વોટ નહીં મળે. મને સમજાતું નથી કે તમે હિમાચલ પ્રદેશના મંડીમાં આટલું મોટું નામ કેવી રીતે બની ગયા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બોલિવૂડમાં તમે શું-શું કર્યું છે તે બધા જાણે છે

વીડિયોમાં કંગનાને 'ચૂડેલ' કહીને રાખીએ વધુમાં ઉમેર્યું, તમે અમારા દેશની છોકરીઓ અને મારા વિદ્યાર્થીઓ વિશે આ બધું શું બોલી રહ્યા છો? તમારું પોતાનું ચરિત્ર જુઓ. બોલિવૂડમાં તમે શું-શું કર્યું છે તે બધા જાણે છે. તમારી જીભ કેટલી ગંદી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. એરપોર્ટ થપ્પડ કાંડ અને સિક્યોરિટી પર સવાલ

રાખી સાવંતે વર્ષ 2024 માં ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌત સાથે બનેલી એ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં ખેડૂતોનું અપમાન કરવા બદલ એક CISF કોન્સ્ટેબલે તેને કથિત રીતે થપ્પડ મારી દીધી હતી. રાખીએ કંગનાના સિક્યોરિટી કવર પર સવાલ ઉઠાવતા ચેલેન્જ આપી કે, "જો તમારામાં દમ હોય તો અમારી જેમ સિક્યોરિટી વગર બહાર એકલા ઘૂમી બતાવો, ત્યારે તમને દેશના બાળકોની તાકાત ખબર પડશે. સંસદમાં બેસીને તમે શું બકવાસ કરી રહ્યા છો?"

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કંગના રનૌતની Gen Z અને CJP પ્રવક્તા સામે વિવાદાસ્પદ પોસ્ટ

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કંગના રનૌતે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર Gen Z સામે અત્યંત આપત્તિજનક પોસ્ટ કરી હતી. કંગનાએ લખ્યું હતું કે, "સોશિયલ મીડિયા પર Gen Z ની વાયરલ રીલ્સ જોઈને મને ઉલટી આવે છે. આ લોકો જે ભાષા વાપરે છે તે સાંભળી શકાતી નથી, આ લોકો તો ગટર છે. આ લોકોને કોણ જન્મ આપી રહ્યું છે? તમે પોતાને કોકરોચ કહો છો અને તેમના જેવું જ વર્તન કરો છો. આ બધું જોયા પછી મને ડિજિટલ ડિટોક્સની જરૂર પડી ગઈ છે."

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો

આ ઉપરાંત કંગના રનૌતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રવક્તા સૌરવ દાસ પર પણ નિશાન સાધતા તેમને 'બેકાર અને બેરોજગાર' કહ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમની ઉંમરે તે 2 નેશનલ એવોર્ડ જીતી ચૂકી હતી. કંગનાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RakhiSawant GenZProtest KanganaRanaut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ