બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જા સામે જોખમ, બે મોટા પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ નડી જશે!

ગુજરાત / અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જા સામે જોખમ, બે મોટા પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ નડી જશે!

Published By: Nidhi Panchal

Last Updated: 02:56 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વિશ્વ વિરાસત શહેરના દરજ્જાને લઈને યુનેસ્કોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. દાણાપીઠ અને કાલુપુરના બે મોટા પ્રોજેક્ટને લઈને હેરિટેજ નિયમોના પાલન પર સવાલો ઉઠતાં હેરિટેજ સિટીનો દરજ્જો જોખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદને મળેલા વિશ્વ વિરાસત શહેરના દરજ્જા અંગે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી (WHC)એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શહેરના વિશ્વ વિરાસત વિસ્તારની અંદર હાથ ધરાયેલા બે મોટા બાંધકામ પ્રોજેક્ટ નિષ્ણાતોની ચેતવણી છતાં અને ફરજિયાત વિરાસત અસર મૂલ્યાંકન (Heritage Impact Assessment) વિના પૂર્ણ કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કમિટીએ કર્યો છે. યુનેસ્કોએ ચેતવણી આપી છે કે જો આ પ્રકારના ઉલ્લંઘન ચાલુ રહેશે તો અમદાવાદને વિશ્વ વિરાસતની જોખમ યાદીમાં મૂકવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

heritage-2

આ મુદ્દાની ચર્ચા દક્ષિણ કોરિયાના બુસાનમાં ૧૯થી ૨૯ જુલાઈ દરમિયાન યોજાયેલી યુનેસ્કોની ૪૮મી વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં અમદાવાદની મુલાકાતે આવેલા સંયુક્ત પ્રતિક્રિયાત્મક નિરીક્ષણ મિશનના અહેવાલની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

દાણાપીઠ ફાયર સ્ટેશન અને પાર્કિંગ પ્રોજેક્ટ સામે વાંધો.

કમિટીના જણાવ્યા અનુસાર દાણાપીઠ ફાયર સ્ટેશન અને મલ્ટિલેવલ પાર્કિંગની કામગીરી વ્યાપક હેરિટેજ અસર મૂલ્યાંકન (HIA) કર્યા વિના પૂર્ણ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩ના ટેક્નિકલ રિવ્યૂમાં આ પ્રોજેક્ટ અંગે ચેતવણી આપવામાં આવી હતી કે તે શહેરના અસાધારણ વૈશ્વિક મૂલ્ય પર સ્પષ્ટ, સીધી અને લાંબા ગાળાની નકારાત્મક અસર કરી શકે છે. તેમ છતાં બાંધકામ આગળ વધારવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : કાળા કે ગોરા નહીં, ધરતી પર જન્મ્યા હતા વાદળી રંગના લોકો, 140 વર્ષ સુધી ન ખુલ્યું રહસ્ય

કાલુપુર રેલવે વિસ્તારના પુનઃવિકાસ પર પણ સવાલ

યુનેસ્કોએ અમદાવાદના કાલુપુર રેલવે વિસ્તારના પુનઃવિકાસ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ વિસ્તાર અગાઉથી જ અમદાવાદના વિશ્વ વિરાસત બફર ઝોનમાં સંભવિત જોખમ તરીકે ઓળખાયો હતો. નિરીક્ષકોના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૫ની શરૂઆત સુધીમાં અહીંની ઇમારતોનું કામ મોટા પ્રમાણમાં પૂર્ણ થઈ ગયું હતું. જોકે, ભારતના વચગાળાના હેરિટેજ અસર મૂલ્યાંકન અહેવાલમાં આ બાંધકામોની વાસ્તવિક સ્થિતિ અને વિરાસત વિસ્તાર પર તેની અસરનો પૂરતો અભ્યાસ કરવામાં આવ્યો નહોતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

World Heritage City Ahmedabad Heritage UNESCO

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ