બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:17 PM, 28 July 2026
ફિલ્મ 'રામાયણ'ની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો માટે ઇંતેજારની ઘડીઓ હવે સમાપ્ત થઈ ગઈ છે. ગયા અઠવાડિયે કોમિક-કોન 2026 (Comic-Con 2026) માં ટ્રેલરનું લોન્ચિંગ પાછળ ઠેલ્યા બાદ, પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ આખરે ફિલ્મનું ટ્રેલર વર્લ્ડવાઇડ રિલીઝ કરવાની તારીખ અને સમયની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. રણબીર કપૂર અને સાઉથ સુપરસ્ટાર યશ સ્ટારર ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર 30 જુલાઈના રોજ રિલીઝ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
ફિલ્મનું ટ્રેલર 30 જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર સવારે 4:15 વાગ્યે વિશ્વભરમાં એકસાથે લોન્ચ કરવામાં આવશે. પ્રોડક્શન ટીમે દુનિયાના તમામ દેશોના ટાઈમ ઝોનને ધ્યાનમાં રાખીને આ સમય નક્કી કર્યો છે. ભારતીય પરંપરા મુજબ આ સમયને 'બ્રહ્મ મુહૂર્ત' માનવામાં આવે છે, એટલે કે ચાહકો બ્રહ્મ મુહૂર્તમાં જ ભગવાન રામ અને રાવણની પ્રથમ ભવ્ય ઝલક જોઈ શકશે.
ADVERTISEMENT
— Namit Malhotra (@malhotra_namit) July 28, 2026
ADVERTISEMENT
આ ફિલ્મનું ટ્રેલર સોની પિક્ચર્સની આગામી હોલિવૂડ ફિલ્મ 'સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' (Spider-Man Brand New Day) સાથે પણ એટેચ (જોડવામાં) કરવામાં આવશે. સોની પિક્ચર્સ વિશ્વભરમાં ફિલ્મ 'રામાયણ'નું વિતરણ (Distribution) પણ કરવાનું છે. એક ખાસ વાત એ પણ સામે આવી છે કે જ્યાં સ્પાઇડર-મેનની નવી ફિલ્મ IMAX પર રિલીઝ નહીં થાય, ત્યાં ફિલ્મ 'રામાયણ' સમગ્ર વિશ્વમાં IMAX ફોર્મેટ પર પણ રિલીઝ કરવામાં આવશે.

ADVERTISEMENT
અગાઉ આ ટ્રેલર 24 જુલાઈના રોજ રિલીઝ થવાનું હતું, પરંતુ તેને બે મુખ્ય કારણોસર પાછળ ઠેલવવામાં આવ્યું હતું. તે દિવસે પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ સોની પિક્ચર્સ સાથે પોતાની વૈશ્વિક ભાગીદારી (Partnership) ની જાહેરાત કરી હતી. દેશભરમાં ચાલી રહેલા સ્ટુડન્ટ પ્રોટેસ્ટ (વિદ્યાર્થી આંદોલન) ને ધ્યાનમાં રાખીને મેકર્સે વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન દર્શાવવા માટે ટ્રેલર રિલીઝ મુલતવી રાખ્યું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
જોકે, કોમિક-કોન 2026 દરમિયાન કોઈએ આ ટ્રેલર લીક કરી દીધું હતું, જેના કારણે સોશિયલ મીડિયા પર ટુકડાઓમાં રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી અને રકુલ પ્રીત સિંહ જેવા કલાકારોના લૂક્સ વાયરલ થઈ ગયા હતા. તેમ છતાં, કોમિક-કોન અને દિલ્હીમાં યોજાયેલા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મના વિઝ્યુઅલ્સને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને રાવણના રોલમાં સાઉથ સુપરસ્ટાર યશના લૂકના લોકોએ ખૂબ વખાણ કર્યા છે.
આ પણ વાંચોઃ Parliament Monsoon Session / ''જેઓ દાન ચોરી ન બચાવી શક્યા તે...'', પેપર લીક મુદ્દે અખિલેશ યાદવના પ્રહાર
ફિલ્મ 'રામાયણ'નું નિર્દેશન નિતિશ તિવારી કરી રહ્યા છે. આ ફિલ્મના બંને પાર્ટ (ભાગ) નો કુલ બજેટ આશરે 4000 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ફિલ્મનો પહેલો ભાગ આ જ વર્ષે દિવાળીના તહેવાર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.