ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:45 PM, 28 July 2026
ADVERTISEMENT
Parliament Monsoon Session Day 6 LIVE Updates:કેન્દ્ર સરકારે લોકસભામાં પેપર લીક વિરોધી બિલ રજૂ કર્યું. હવે, કેન્દ્ર સરકાર આ બિલ પર પોતાનો પક્ષ રાખી રહી છે.
ADVERTISEMENT
અખિલેશ યાદવે ગૃહમાં એન્ટી પેપર લીક પર પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું, "આ પહેલું આંદોલન છે જેમાં મેં જોયું છે કે માતાપિતા પણ તેમાં જોડાયા છે. ધર્મેન્દ્ર પ્રધાનને હટાવીને સરકારે તેના વડા પ્રધાનને બચાવ્યા. હું યુવાનોની હિંમત અને એકતાને સલામ કરું છું, જેના કારણે સરકારને જુકવા મજબુર કરી. પ્રધાનનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું. ભાજપના સાંસદોને રાહત થઈ કે પ્રધાને વડા પ્રધાનને બચાવી લીધા."
અખિલેશ યાદવે લોકસભામાં કહ્યું, "જ્યારે પૂર્વ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સંસદમાં પહોંચ્યા, ત્યારે તેમનું ગૃહની બહાર સ્વાગત કરવામાં આવ્યું. કલ્પના કરો કે સભ્યોએ કેટલી મોટી રાહત અનુભવી હશે અને તેઓ કેટલા મોટા સંકટમાંથી બચી ગયા હશે. એક 'પ્રધાન'ને હટાવીને, તમે ખરેખર 'પ્રધાનમંત્રી'ને બચાવ્યા." અખિલેશ યાદવે કટાક્ષ કરતા કહ્યુ, જે લોકો દાનની ચોરી રોકી શકતા નથી, તેઓ પેપર લીક કેવી રીતે રોકશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ચર્ચા / ''પહેલાની સરકારે પણ પેપર લીક કરવામાં...'', સંસદમાં પક્ષ-વિપક્ષ આમને સામને
અભિષેક બેનર્જીએ કહ્યું, "જૂના પેપર લીક માટે આજ સુધી કોઈ સજા થઈ નથી. મંત્રાલયની જવાબદારીઓ નક્કી કરવામાં આવી નથી. નવા ભારતમાં યુવાનો ક્યાં છે?" દેશના યુવાનો એવી સરકાર ઇચ્છે છે જે તેમના ભવિષ્યને ગંભીરતાથી લે, એવી સરકાર નહીં જે વિદ્યાર્થીઓને જવાબદારી પૂરી પાડવાને બદલે ઉપદેશ આપે. ભારતના યુવાનોના સપના ડર પર આધારિત ન હોઈ શકે.'
ADVERTISEMENT

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ લોકસભામાં કહ્યું, 'આ સરકાર શિક્ષણ પ્રત્યે ગંભીર નથી. એક વર્ષ પહેલા સરકારે એક બિલ રજૂ કર્યું હતું જેમાં મોટી મોટી વાતો કહેવામાં આવી હતી. પેપર લીકના 45 માંથી 44 આરોપીઓને જામીન મળી ગયા છે.'
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT