બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:20 PM, 28 July 2026
જો તમારું પણ બેંકમાં બચત ખાતું કે ચાલુ ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી વખત મજબૂરી કે બેદરકારીના કારણે ગ્રાહકો પોતાના બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવામાં નિષ્ફળ જાય છે, અને બેંકો આ ભૂલ બદલ ગ્રાહકો પર ભારે દંડ લગાવે છે. રાજ્યસભામાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 થી લઈને નાણાકીય વર્ષ 2025-26 સુધીના 4 વર્ષોમાં બેંકોએ ગ્રાહકો પાસેથી પેનલ્ટી તરીકે 26,170.37 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સંસદીય આંકડાઓ દર્શાવે છે કે બેંકો દ્વારા વસૂલવામાં આવતી પેનલ્ટીની રકમ વર્ષ-દર-વર્ષ સતત વધી રહી છે:
ADVERTISEMENT

ADVERTISEMENT
નાણાકીય વર્ષ 2025-26 ના આંકડા મુજબ, પેનલ્ટી વસૂલવાના મામલે ખાનગી (પ્રાઇવેટ) બેંકો સરકારી બેંકો કરતાં ઘણી આગળ રહી છે:
પ્રાઇવેટ બેંકો: ખાનગી બેંકોએ ગ્રાહકો પાસેથી કુલ રૂ. 4,948.71 કરોડ પેનલ્ટી પેટે વસૂલ કર્યા. જેમાં સૌથી વધુ કમાણી HDFC બેંકે (રૂ. 1,798.14 કરોડ) અને બીજા ક્રમે એક્સિસ બેંકે (રૂ. 1,081.33 કરોડ) કરી હતી.
ADVERTISEMENT
સરકારી બેંકો: દેશની તમામ 12 સરકારી બેંકોએ મળીને કુલ રૂ. 2,137.92 કરોડ એકઠા કર્યા હતા. જેમાં સૌથી વધુ રકમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ રૂ. 477.27 કરોડ અને બેંક ઓફ બરોડાએ રૂ. 394.1 કરોડ મેળવી હતી.

ADVERTISEMENT
એસબીઆઈ (SBI) એ માર્ચ 2020 થી જ બચત ખાતાઓ (Savings Accounts) પર મિનિમમ બેલેન્સ ન રાખવાની પેનલ્ટી સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. એસબીઆઈની આ પેનલ્ટી માત્ર કરંટ અકાઉન્ટ કે અન્ય ખાસ ખાતાઓ પર જ લાગુ હતી.
નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના માર્ગદર્શિકા મુજબ બેંકો પોતાની વ્યવસાયિક નીતિઓ અનુસાર પારદર્શક રીતે પેનલ્ટી નક્કી કરી શકે છે. જોકે, ગ્રાહકોને રાહત આપવાના હેતુથી દેશની 12 માંથી 10 સરકારી બેંકોએ બચત ખાતાઓ પરનો દંડ સંપૂર્ણપણે ખતમ કરી દીધો છે, જ્યારે 2 બેંકોએ પોતાના ચાર્જીસમાં ઘટાડો કરીને તેને વ્યવહારુ બનાવ્યા છે.
આ ઉપરાંત, આરબીઆઈના નિયમ અનુસાર, જો કોઈ ગ્રાહકનું બેલેન્સ મિનિમમ લિમિટથી નીચે જાય છે, તો બેંકે તરત જ પેનલ્ટી કાપવાને બદલે ગ્રાહકને SMS, ઈમેલ કે પત્ર દ્વારા જાણ કરવી પડે છે અને બેલેન્સ સુધારવા માટે પૂરતો સમય આપવો પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.