બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સની દેઓલની ફિલ્મ 'બંટવારા 1947'નું દમદાર ટ્રેલર રિલીઝ, ઝલક જોતા જ હ્રદય દ્વવી ઉઠશે
Last Updated: 04:48 PM, 28 July 2026
બોલિવૂડ એક્ટર સની દેઓલ ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાકો કરવા જઈ રહ્યા છે. સની દેઓલની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'બંટવારા 1947' (Batwara 1947) નું ટ્રેલર 28 July, મંગળવારે મેકર્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે આમિર ખાન પ્રોડક્શન્સના નિર્માણ હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન દિગ્ગજ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરે રિલીઝ થતાં જ દર્શકોની ઉત્સુકતા ચરમસીમા પર પહોંચાડી દીધી છે.
ADVERTISEMENT
અગાઉ ફિલ્મમાંથી રિલીઝ કરાયેલા ઈમોશનલ પોસ્ટર્સ અને દમદાર ટીઝર્સે ફેન્સમાં ભારે ક્રેઝ ઊભો કર્યો હતો. હવે ટ્રેલરે આ યાદગાર વાર્તાના વિશાળ સ્કેલ અને ભાવનાત્મક પ્રવાસને સુંદર રીતે રજૂ કર્યો છે. 1947 ના ભારત-પાકિસ્તાન ભાગલાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ એક એવા પરિવારની વાર્તા છે, જેનું જીવન હિંસા, ડર અને ફરજિયાત સ્થળાંતરને કારણે સંપૂર્ણપણે બદલાઈ જાય છે. જે લોકો ક્યારેક એકસાથે પ્રેમથી રહેતા હતા, તેઓ ભાગલાની આગમાં એકબીજાથી વિખૂટા પડી જાય છે. પરંતુ આટલા દર્દ અને વિયોગ છતાં, ફિલ્મ એ સંદેશ આપે છે કે નફરત કરતાં માનવતા હંમેશાં મોટી હોય છે અને સૌથી મુશ્કેલ સમયમાં પણ આશાનો સાથ છોડવો ન જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
સની દેઓલ: ટ્રેલરમાં સની દેઓલ એક એવા વ્યક્તિના પાત્રમાં જોવા મળે છે જે કોઈપણ પરિસ્થિતિમાં પોતાના જમીર (સ્વાભિમાન) સાથે સમજોતો નથી કરતો.
શબાના આઝમી: તેઓ એક વૃદ્ધ મહિલાના રોલમાં છે, જેમના અનુભવ, સાદગી અને મજબૂત વિચારો સમગ્ર વાર્તાની સૌથી મોટી તાકાત બનીને સામે આવે છે.
ADVERTISEMENT
પ્રીતિ ઝિંટા: પ્રીતિ ઝિંટા એક એવી મહિલાનું પાત્ર ભજવી રહી છે, જે અત્યંત વિપરીત સંજોગોમાં પણ પોતાના પરિવારને એકજૂથ રાખવાનો સતત પ્રયાસ કરે છે.
ટ્રેલરમાં ભાગલાનું દર્દ, ઊંડા ઈમોશન્સ અને શાનદાર વિઝ્યુઅલ્સ જોવા મળે છે. આ ફિલ્મ માત્ર એક દુર્ઘટનાને જ નથી દર્શાવતી, પરંતુ એ સામાન્ય લોકોની હિંમતની વાર્તા પણ સામે લાવે છે જેમણે કપરા સમયમાં પણ પોતાની માનવતા અને આપ્તજન પ્રત્યેનો પ્રેમ જીવંત રાખ્યો હતો.
ADVERTISEMENT
ફિલ્મના ટ્રેલર લોન્ચ પહેલા સની દેઓલે સોશિયલ મીડિયા પર ફેન્સને મોટું અપડેટ આપ્યું હતું. તેમણે ખુલાસો કર્યો હતો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા 'બંટવારા 1947' ને 0 કટ (ઝીરો કટ) સાથે મંજૂરી આપવામાં આવી છે અને ફિલ્મને 'A' સર્ટિફિકેટ મળ્યું છે.
ADVERTISEMENT
ટ્રેલર રિલીઝ પહેલાં સની દેઓલે તેમની માતા સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને આ ફિલ્મના ટ્રેલરને દેશની દરેક માતાને ડેડિકેટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, મારી માતા જ મારો રબ છે. મારો પ્રેમ, મારો ઉત્સાહ અને મારી તાકાત. હું 'બંટવારા 1947' મારી માતા અને દુનિયાની તમામ માતાઓને સમર્પિત કરું છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.