બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:14 PM, 27 July 2026
Bank of Baroda Data Leak: બેંક ઓફ બરોડાનો આશરે 1TB સંવેદનશીલ ડેટા લીક થયો હોવાના દાવાઓ સામે આવ્યા છે. સાયબર ગુનેગારોએ બેંકના ગ્રાહકો અને કોર્પોરેટ રેકોર્ડ સંબંધિત માહિતી ડાર્ક વેબ પર વેચવાનો દાવો કર્યો હોવાના અહેવાલ છે. જોકે બેંકે આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
ADVERTISEMENT
દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક બેંક ઓફ બરોડા સાથે સંકળાયેલી એક ગંભીર સાયબર સુરક્ષા ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર એક હેકર સમુહએ બેંકની સિસ્ટમમાંથી આશરે 1 ટેરાબાઇટ (TB) સંવેદનશીલ ડેટા મેળવ્યો હોવાનો દાવો કર્યો છે અને તેને ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવી રહ્યું છે. કથિત રીતે લીક થયેલા ડેટામાં ગ્રાહક અને કોર્પોરેટ બેંકિંગ માહિતી સાથે જોડાયેલી ઘણી સંવેદનશીલ જાણકારી શામેલ છે. જો કે આ દાવાની હજુ સુધી સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી અને બેંકે સત્તાવાર રીતે ડેટા લીકની પુષ્ટિ કરી નથી.
Root folder of the data dump of @bankofbaroda #Databreach by threat actor. More verification links in the thread. The link is live.
— Srikanth.CashlessConsumer | ஸ்ரீகாந்த் (@logic) July 26, 2026
This is SOS @Cyberdost @RBI
cc @latha_venkatesh @dugalira @nit_set @suchetadalal https://t.co/6HZ2c6V6S5 pic.twitter.com/tWFCKJWv8Q
ADVERTISEMENT
આ ડેટામાં પર્સનલ અને કોર્પોરેટ બેંકિંગ માહિતી શામેલ છે. તેમાં ભારતભરની વિવિધ શાખાઓમાંથી આધાર નંબર, નામ અને લોન માહિતી જેવી માહિતી શામેલ છે. હેકરે આ સંઘમારી સંબંધિત નમૂના દસ્તાવેજો પણ ઓનલાઇન શેર કર્યા છે. કેશલેસકન્ઝ્યુમરના સ્થાપક અને સોફ્ટવેર એન્જિનિયર શ્રીકાંત લક્ષ્મણને એક્સ પર આ નમૂના દસ્તાવેજો શેર કર્યા હતા, જેમાં જણાવ્યું હતું કે લિંક એકિટવ છે. પોસ્ટમાં તેમણે આરબીઆઇ સહિત અનેક અધિકારીઓને ટેગ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમને બેંક ઓફ બરોડા ડેટા બ્રીચમાંથી ડેટા ડમ્પ મળ્યો છે.
કઈ માહિતી લીક થઈ હતી?
ADVERTISEMENT
લીક થયેલી માહિતીમાં વ્યક્તિગત અને કોર્પોરેટ બેંકિંગ રેકોર્ડ્સનો સમાવેશ થાય છે, જેમાં બચત અને ચાલુ ખાતાના રેકોર્ડ્સ, લોન રેકોર્ડ્સ, નેટબેંકિંગ વપરાશકર્તાઓ, એનઆરઓ અને કોર્પોરેટ બેંકિંગ સેવાઓ, ગ્રાહક સપોર્ટ માહિતી અને શાખા રેકોર્ડ્સનો સમાવેશ થાય છે. પોસ્ટમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે સેમ્પલ ફાઇલોમાં કસ્ટમર ફોર્મ છે જેમા ઓળખ વિગતો, સંપર્ક માહિતી અને ખાતા સાથે જોડાયેલ ડેટા છે.
ડાર્ક વેબ ટ્રેકિંગ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી
ADVERTISEMENT
લક્ષ્મણનના જણાવ્યા અનુસાર આ ઉલ્લંઘનની જાણ સૌપ્રથમ 25 જુલાઈના રોજ ડાર્ક વેબ ટ્રેકિંગ વેબસાઇટ ransomeware.live દ્વારા કરવામાં આવી હતી. હેકરે ડાર્ક વેબ પર આશરે 1 TB સંવેદનશીલ ડેટા લીક કરવાનો દાવો કર્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ Business / વૈશ્વિક સંકેતોથી શેરબજારમાં ઉછાળો, તેજી સાથે ખુલ્યું ભારતીય શેર બજાર
જો માહિતી લીક થઈ જાય તો શું?
ADVERTISEMENT
ચિંતાની વાત એ છે કે જો આધાર કાર્ડની માહિતી અને અન્ય વ્યક્તિગત માહિતી ખરેખર લીક થઈ જાય, તો છેતરપિંડી કરનારાઓ તેનો દુરુપયોગ કરીને નકલી લોન અરજીઓ બનાવી શકે છે, KYC દસ્તાવેજો બનાવટી બનાવી શકે છે અથવા અન્ય નાણાકીય છેતરપિંડી કરી શકે છે. આનાથી હેકર્સને કૌભાંડના કોલ તૈયાર કરવામાં પણ મદદ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.