બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / મીરાબાઈ ચાનુએ ફરી ઇતિહાસ રચ્યો! CWG 2026માં જીત્યો ગોલ્ડ મેડલ

સ્પોર્ટ્સ / મીરાબાઈ ચાનુએ ફરી ઇતિહાસ રચ્યો! CWG 2026માં જીત્યો ગોલ્ડ મેડલ

Published By: Nirav Kumar

Last Updated: 10:06 PM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમને 85 કિલો વજન ઉપાડીને નવો કોમનવેલ્થ રેકોર્ડ બનાવ્યો છે. જેમાં લગાતાર ત્રીજી વખત CWGમાં ગોલ્ડ જીતીને ગોલ્ડન હેટ્રિક પૂરી કરી છે.

ભારતની સ્ટાર વેઇટલિફ્ટર અને ઓલિમ્પિક પદક વિજેતા મીરાબાઈ ચાનુએ એક વખત ફરી આખા દેશનું દિલ જીતી લીધું છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં મીરાબાઈએ મહિલાઓના 48 કિલો વર્ગમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ જીત સાથે મીરાબાઈએ લગાતાર ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ‘ગોલ્ડન હેટ્રિક’ પૂરી કરી છે. એટલે કે ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની શાન વધી છે.

  • મીરાબાઈએ બનાવ્યો ઇતિહાસ

48 કિલોની કેટેગરીમાં મીરાબાઈએ ત્રીજા પ્રયાસમાં 85 કિલો વજન સરળતાથી ઉપાડીને નવો કોમનવેલ્થ રેકોર્ડ બનાવ્યો હતો. તેમને પહેલા 82 કિલો વજન ઉપાડીને રેકોર્ડ બનાવ્યો હતો અને બાદમાં 85 કિલો સાથે નવી ઊંચાઈ સર કરી હતી.

  • ગજબનો કરિશ્મા

આ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈપણ પ્લેયર્સ દ્વારા ઉપાડવામાં આવેલું સૌથી વધુ વજન હતું. આ બાબત માત્ર કોમનવેલ્થ ગેમ્સ સુધી જ લીમીટેડ નથી, પરંતુ કોમનવેલ્થ દેશોના કોઈપણ પ્લેયર્સ દ્વારા વિશ્વની કોઈપણ મોટી ઇન્ટરનેશનલ કોમ્પીટીશનમાં બનાવેલો સૌથી મોટો રેકોર્ડ છે.

વધુ વાંચો : ઋષિકાંત સિંહે ભારતને અપાવ્યો બીજો મેડલ, સ્નેચ રાઉન્ડમાં 121 kg ઉઠાવીને બનાવ્યો નવો રેકોર્ડ!

  • ફર્સ્ટ ટ્રાયમાં ફેઈલ

મીરાબાઈ પહેલી કોશિશમાં 82 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહી હતી. બારબેલને માથા પર ઉપાડ્યા બાદ તેઓ સીધી ઊભી રહી શકી ન હતી. પરંતુ બીજી વખતની ચેમ્પિયન મીરાબાઈએ ત્રીજા પ્રયાસમાં જોરદાર કમબેક કરીને સૌને પ્રભાવિત કરી દીધા હતા.

જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mirabai Chanu weightlifter gold medal

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ