બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ઋષિકાંત સિંહે ભારતને અપાવ્યો બીજો મેડલ, સ્નેચ રાઉન્ડમાં 121 kg ઉઠાવીને બનાવ્યો નવો રેકોર્ડ!

CWG 2026 / ઋષિકાંત સિંહે ભારતને અપાવ્યો બીજો મેડલ, સ્નેચ રાઉન્ડમાં 121 kg ઉઠાવીને બનાવ્યો નવો રેકોર્ડ!

Published By: Pravin Joshi

Last Updated: 05:41 PM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતીય વેઇટલિફ્ટર ઋષિકાંત સિંહ ચનામબમે શાનદાર પ્રદર્શન કરતા દેશને બીજો મેડલ અપાવ્યો છે. ઋષિકાંતે પુરુષોની 60 kg કેટેગરીમાં કુલ 264 kg ભાર ઉઠાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 માંથી ભારત માટે વધુ એક આનંદના સમાચાર આવ્યા છે. ભારતીય વેઇટલિફ્ટર ઋષિકાંત સિંહ ચનામબમે (Rishikanta Singh Chanambam) દેશ માટે બીજો મેડલ પાકો કર્યો છે. ઋષિકાંતે પુરુષોના 60 kg ભારવર્ગની વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં અદ્ભુત પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. તેમણે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક બંને રાઉન્ડ મળીને કુલ 264 kg વજન ઉઠાવ્યું હતું અને બીજા સ્થાને રહીને ભારતનું નામ રોશન કર્યું હતું.

સ્નેચ રાઉન્ડમાં બનાવ્યો નવો રેકોર્ડ

મેન્સ 60 kg વેઇટલિફ્ટિંગની ફાઇનલ મેચમાં ઋષિકાંત સિંહે શાનદાર શરૂઆત કરી હતી. તેમણે સ્નેચ રાઉન્ડમાં 121 kg નો ભાર સફળતાપૂર્વક ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. ત્યારબાદ ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં તેમને કડક સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં તેઓ પોતાના એકમાત્ર સફળ પ્રયાસમાં 143 kg વજન ઉઠાવવામાં સફળ રહ્યા હતા. ગોલ્ડ મેડલ મેળવવા માટે તેમણે પોતાના અંતિમ પ્રયાસમાં 151 kg વજન ઉઠાવીને લીડ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તેમાં સફળ થઈ શક્યા ન હતા. આમ છતાં, સ્નેચ રાઉન્ડમાં સ્થાપિત રેકોર્ડ અને કુલ 264 kg (121 kg સ્નેચ + 143 kg ક્લીન એન્ડ જર્ક) ના સફળ પ્રયાસથી તેમણે સિલ્વર મેડલ જીતી લીધો હતો.

આ પણ વાંચો- પાટણથી લઇને નળ સરોવર સુધી..., ખેતરો બેટમાં ફેરવાતા જગતનો તાત મૂકાયો મુશ્કેલીમાં

અન્ય ખેલાડીઓનું પ્રદર્શન

ગોલ્ડ મેડલ: મલેશિયાના લિફ્ટર અનિક કાસદાને કુલ 273 kg (121 kg સ્નેચ + 152 kg ક્લીન એન્ડ જર્ક) વજન ઉઠાવીને નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ બનાવતા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

બ્રોન્ઝ મેડલ: કેન્યાના જોશુઆ મબોયાએ કુલ 255 kg વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ હાસલ કર્યો હતો.

જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CWG2026 SilverMedal RishikantaSingh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ