બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વૈશ્વિક સંકેતોથી શેરબજારમાં ઉછાળો, તેજી સાથે ખુલ્યું ભારતીય શેર બજાર

Business / વૈશ્વિક સંકેતોથી શેરબજારમાં ઉછાળો, તેજી સાથે ખુલ્યું ભારતીય શેર બજાર

Published By: Nidhi Panchal

Last Updated: 10:00 AM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં મજબૂત શરૂઆત જોવા મળી છે. સકારાત્મક વૈશ્વિક સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાના કારણે બજારમાં ખરીદીનું જોર રહ્યું હતું. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 549 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે 76,608ના સ્તરે ખુલ્યો હતો. બીજી તરફ 50 શેરો ધરાવતો NSE નિફ્ટી પણ 160 પોઈન્ટ વધીને 23,928ના સ્તરે ખુલ્યો હતો. બજારની શરૂઆતમાં જ રોકાણકારોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Sharemarket

વૈશ્વિક બજારોની વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે લશ્કરી હુમલાઓમાં કામચલાઉ વિરામ તેમજ ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડાના કારણે એશિયન બજારોને રાહત મળી છે. જોકે આજે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.3 ટકા ઘટીને લાલ નિશાનમાં ટ્રેડ થયો હતો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.61 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.06 ટકા વધ્યો હતો અને સ્મોલ-કેપ કોસ્ડેક ઇન્ડેક્સમાં 1.46 ટકાનો વધારો નોંધાયો હતો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સના ફ્યુચર્સ 25,020 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે શુક્રવારના 24,963.23ના બંધ કરતાં વધુ હતા.

શેરબજારમાં પણ રોકાણકારોની ભાવના સુધરતી જોવા મળી

અમેરિકાના શેરબજારમાં પણ રોકાણકારોની ભાવના સુધરતી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં થોડો ઘટાડો અને ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈને કારણે યુએસ સ્ટોક ફ્યુચર્સમાં તેજી નોંધાઈ હતી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ફ્યુચર્સ 244 પોઈન્ટ એટલે કે 0.5 ટકા વધ્યા હતા. S&P 500 ફ્યુચર્સમાં 0.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે Nasdaq 100 ફ્યુચર્સ 1.2 ટકા મજબૂત થયા હતા.

ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.46 ટકા વધીને 51,947.25 પર બંધ થયો

આ પહેલા 24 જુલાઈના રોજ અમેરિકાના શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.46 ટકા વધીને 51,947.25 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સમાં પણ 0.05 ટકાનો વધારો નોંધાયો હતો. જોકે ટેક્નોલોજી શેરો પર આધારિત Nasdaq ઇન્ડેક્સ 0.64 ટકા ઘટીને 24,975.82 પર બંધ થયો હતો.

મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક સ્તરથી ઘણા નીચે

ક્રૂડ ઓઈલના ભાવમાં પણ આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ફ્યુચર્સ 5.36 ટકા ઘટીને $84.52 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ઓગસ્ટ ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 5 ટકા ઘટીને $91.97 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. આ ભાવ $100ના મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક સ્તરથી ઘણા નીચે છે. COMEX ક્રૂડના ભાવમાં પણ 5.4 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે $84.50 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : LPG, પેટ્રોલ-ડીઝલ અને CNGના નવા ભાવ જાહેર, ઘરેથી નીકળતા પહેલા જરૂર ચેક કરો

ચલણ બજારમાં પણ અમેરિકન ડોલરમાં નબળાઈ જોવા મળી છે. છ મુખ્ય વિદેશી ચલણોની ટોપલી સામે ડોલરની સ્થિતિ દર્શાવતો યુએસ ડોલર ઇન્ડેક્સ (DXY) આજે 0.28 ટકા ઘટીને 101.19 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ ઇન્ડેક્સ બ્રિટિશ પાઉન્ડ, યુરો, સ્વીડિશ ક્રોના, જાપાનીઝ યેન અને સ્વિસ ફ્રેંક સામે અમેરિકન ડોલરની મજબૂતી અથવા નબળાઈ દર્શાવે છે. બીજી તરફ 24 જુલાઈના રોજ ભારતીય રૂપિયો ડોલર સામે 0.28 ટકા મજબૂત થઈને 96.56 પર બંધ થયો હતો. વૈશ્વિક બજારોમાં સુધરતા સંકેતો અને ક્રૂડ ઓઈલના ઘટતા ભાવને કારણે ભારતીય શેરબજારમાં પણ સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે.

DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Sensex Nifty

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ