બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ''છેલ્લાં 10 દિવસથી ચાલતા ઘટનાક્રમથી મારું મન દુ:ખી છે'', અંતે ધર્મેન્દ્ર 'પ્રધાન' ના રહ્યાં
Last Updated: 03:07 PM, 25 July 2026
NEET-UG પરીક્ષામાં ગેરરીતિના આરોપો અને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલેલા રાજીનામા પત્રમાં છેલ્લા કેટલાક દિવસોના ઘટનાક્રમથી દુઃખી હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય વ્યક્તિગત પ્રતિષ્ઠાનો નહીં પરંતુ દેશના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે.
ADVERTISEMENT
ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પત્રમાં જણાવ્યું કે તેઓ ચાર દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રના સુધારા માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મજબૂત અને પારદર્શક શિક્ષણ વ્યવસ્થા કોઈપણ દેશના વિકાસનો આધાર છે.
ADVERTISEMENT
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026
ADVERTISEMENT
ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું કે છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી ઘટનાઓથી તેમનું મન ખૂબ દુઃખી છે. તેમણે કહ્યું કે આ મુદ્દો તેમના વ્યક્તિગત સન્માનનો નથી પરંતુ દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે.
ADVERTISEMENT
પત્રમાં તેમણે NEET-UG પરીક્ષામાં સામે આવેલી ગેરરીતિઓ બાદ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે મામલાની તપાસ CBIને સોંપવામાં આવી અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા.
ADVERTISEMENT
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાયદાકીય વિવાદો અને રાજકીય ચર્ચાઓમાં અટવાઈ જાય. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસ પરથી ન ભટકે તે માટે તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, પોસ્ટ કરીને આપી માહિતી
રાજીનામાના અંતમાં ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મંત્રિમંડળના સહયોગીઓ અને શિક્ષણ મંત્રાલયના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે જાહેર જીવનમાં આગળ પણ દેશના યુવાનો અને લોકો માટે કામ કરતા રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.