બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિદ્યાર્થીઓને મોડી રાત્રે PM મોદીનો મહત્વનો સંદેશ, કહ્યું - પેપર લીક પર કડક કાર્યવાહી કરવામાં આવશે

VIDEO / વિદ્યાર્થીઓને મોડી રાત્રે PM મોદીનો મહત્વનો સંદેશ, કહ્યું - પેપર લીક પર કડક કાર્યવાહી કરવામાં આવશે

Published By: Pravin Joshi

Last Updated: 02:01 AM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ માટે મોડી રાત્રે એક મહત્વપૂર્ણ વિડીયો સંદેશ જારી કરીને પેપર લીક સામે વધુ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પેપર લીકના કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈ કરતું બિલ ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવામાં આવશે.

જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓના નામે એક મોડી રાત્રે વિડિયો સંદેશ જારી કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે પેપર લીક એ કોઈ મામૂલી વિષય નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આજે આ મામલામાં વધુ મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પણ જણાવ્યું હતું કે પેપર લીક સામે વધુ કડક પગલાં ભરવા માટે કેબિનેટમાં પણ વિગતવાર ચર્ચા થશે.

વિદ્યાર્થીઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, મિત્રો, પેપર લીક કોઈ સામાન્ય બાબત નથી. આનાથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે પીડા થાય છે. છેલ્લા અઢી મહિનામાં પેપર લીકની ઘટનાઓ સામે આવ્યા બાદ સરકારે અનેક મહત્વના કડક પગલાં ભર્યા છે અને દોષિતોની ધરપકડ કરીને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે સરકારની સૌથી મોટી જવાબદારી વિદ્યાર્થીઓનું એક વર્ષ બગાડવા ન દેવાની હતી. તેથી ઓછામાં ઓછા સમયમાં લગભગ 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તારીખ 19 ના રોજ પરીક્ષાના પરિણામો પણ જારી કરી દેવામાં આવ્યા છે અને દેશભરમાંથી સફળ ઉમેદવારોની ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.

ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈનો પ્રસ્તાવ

PM મોદીએ કહ્યું કે, સરકાર માત્ર આટલી કાર્યવાહીથી સંતોષ માનવાની નથી. તેમણે જણાવ્યું કે આજે તેમણે સંબંધિત વિભાગોને પેપર લીકના કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાના નિર્દેશ આપ્યા હતા. વિભાગોએ સતત મહેનત કરીને મોડી રાત્રે જ તેનો મુસદ્દો (ડ્રાફ્ટ) તૈયાર કરીને સોંપી દીધો છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે આ પ્રસ્તાવમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના સાથે દોષિતો માટે અત્યંત કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ મુસદ્દા પર શુક્રવારે કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થશે અને મંત્રીઓના સૂચનો બાદ આખરી ઓપ આપવામાં આવશે. સોમવારથી સંસદના બીજા અઠવાડિયાની કામગીરી શરૂ થઈ રહી છે અને સરકાર આ બિલને વહેલી તકે ગૃહમાં પસાર કરાવવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો- ગુજરાતમાં 24 જુલાઇએ આ જિલ્લામાં પડશે મૂશળધાર વરસાદ

ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવની બદલી

આ તમામ ઘટનાક્રમ વચ્ચે કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદ પર મોટો ફેરફાર કર્યો છે. વરિષ્ઠ IAS અધિકારી વિનીત જોશીને ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદેથી હટાવીને પંચાયતી રાજ મંત્રાલયના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ નરેશ પાલ ગંગવારને ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ બનાવવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FastTrackCourt PaperLeak PMModi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ