બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:37 PM, 25 July 2026
આઈસીસી વનડે વર્લ્ડ કપ 2027 માટે ભારતીય ક્રિકેટ ટીમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ટૂર્નામેન્ટ પહેલાં ટીમ ઇન્ડિયા સતત વનડે સિરીઝ રમી રહી છે. તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની સિરીઝ પૂરી થઈ છે. હવે સપ્ટેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ઘરઆંગણે વનડે સિરીઝ રમવાની છે પરંતુ તે પહેલાં એક મોટી અડચણ સામે આવી છે.
ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ વનડે મેચની સિરીઝ શરૂ થાય ત્યારે જ એશિયન ગેમ્સ પણ શરૂ થઈ રહી છે. આ એશિયન ગેમ્સમાં ભારતીય ટીમના અનેક મહત્વના ખેલાડીઓ હિસ્સો લેશે. આથી આશરે 8 મુખ્ય પ્લેયર્સ વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સિરીઝમાં રમી શકશે નહીં.
ADVERTISEMENT
એશિયન ગેમ્સની ટીમમાં શ્રેયસ અય્યર (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ વગેરે સામેલ છે. આ તમામ પ્લેયર્સ વનડે ટીમના મહત્વના સભ્ય છે, આથી તેઓ વેસ્ટ ઇન્ડિઝ સિરીઝમાં હિસ્સો લઈ શકશે નહીં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.