બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતનો શાનદાર પ્રારંભ: પ્રથમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટે કચડ્યું, વૈભવ સૂર્યવંશીની તોફાની અર્ધસદી!
Last Updated: 11:20 PM, 23 July 2026
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી T20 સીરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને 7 વિકેટે કરારી હાર આપીને સીરીઝની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. સુકાની તરીકે શ્રેયસ અય્યરને તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય T20 મેચમાં યાદગાર જીત મળી છે. 126 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 13.2 ઓવરમાં જ મેચ પોતાના નામે કરી લીધી હતી. આ વિજય સાથે ભારતે સીરીઝમાં 1-0 ની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી છે. બંને દેશો વચ્ચે સીરીઝની બીજી મેચ હવે 25 જુલાઈ એટલે કે શનિવારે રમાશે.
ADVERTISEMENT
India get off to a winning start in the T20I series against Zimbabwe 🙌
— ICC (@ICC) July 23, 2026
📝: https://t.co/QVU1mWJMPt pic.twitter.com/kWKcw9teuH
ADVERTISEMENT
લક્ષ્યાંકનો પીછો કરતી વખતે વૈભવ સૂર્યવંશીએ ભારતને આક્રમક શરૂઆત અપાવી હતી. જોકે, ઓપનર અભિષેક શર્મા માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. વૈભવે માત્ર 18 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી, પરંતુ તે પછીના જ બોલે આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ઈશાન કિશને 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 24 બોલમાં 35 રન બનાવીને ટીમને વિજયની નજીક પહોંચાડી હતી.
A 1️⃣9️⃣-ball blitz that goes straight into the history books 📖
— BCCI (@BCCI) July 23, 2026
A record breaking knock from Vaibhav Sooryavanshi 🔥#TeamIndia | #ZIMvIND pic.twitter.com/mlFK05CW7L
ADVERTISEMENT
આ અગાઉ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 125 રન જ બનાવી શકી હતી. ઝિમ્બાબ્વે તરફથી વેસ્લી મધેવેરે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. ભારત તરફથી બોલિંગમાં અશોક શર્માએ આ મેચથી પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. મયંક યાદવ અને પ્રિન્સ યાદવે અદ્ભુત બોલિંગ કરતા 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે શિવમ દુબે અને રવિ બિશ્નોઈને પણ 1-1 વિકેટ મેળવવામાં સફળતા મળી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પેપર લીક કરનારાઓ હવે નહીં બચે! PM મોદીએ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત, ઝડપથી મળશે કડક સજા
સુકાની શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી અશોક શર્માએ ડેબ્યૂ કર્યું હતું. મેચના પ્રથમ ઓવરના પહેલા જ બોલે મયંક યાદવે બ્રાયન બેનેટને ઈશાન કિશનના હાથે કેચ કરાવીને ઝિમ્બાબ્વેને પહેલો ઝટકો આપ્યો હતો. પ્રિન્સ યાદવે બેન કરન (10 રન) ને વૈભવના હાથે કેચ કરાવ્યો હતો. તે પછી મયંક યાદવે ડાયોન માયર્સ (6 રન) ને શિવમ દુબેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ઝિમ્બાબ્વેનો કેપ્ટન સિકંદર રઝા માત્ર 4 રન બનાવી શિવમ દુબેનો શિકાર બન્યો હતો. રવિ બિશ્નોઈએ રયાન બર્લ (26 રન) ને પોતાની જાળમાં ફસાવ્યો, જેનો બાઉન્ડ્રી લાઇન પાસે તિલક વર્માએ શ્રેષ્ઠ કેચ પકડ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.