ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પેપર લીક કરનારાઓ હવે નહીં બચે! PM મોદીએ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત, ઝડપથી મળશે કડક સજા

National / પેપર લીક કરનારાઓ હવે નહીં બચે! PM મોદીએ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત, ઝડપથી મળશે કડક સજા

Published By: Nidhi Panchal

Last Updated: 10:19 AM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં પેપર લીકના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકના કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપનાની જાહેરાત કરી છે, જેને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે

ADVERTISEMENT

દેશમાં પેપર લીકની વધતી ઘટનાઓ વચ્ચે PM નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે પેપર લીકના કેસોમાં સામેલ આરોપીઓને ઝડપી અને કડક સજા મળે તે માટે દેશમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ કેસોના ઝડપી નિકાલ સાથે દોષિતોને કડક સજા સુનિશ્ચિત કરવાનો છે. PMને સંબંધિત અધિકારીઓ અને વિભાગોને આ અંગે તાત્કાલિક કામગીરી શરૂ કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી છે.

PM-Modi-On-Iran-Israel-War

તેમનું ભવિષ્ય સરકારની ટોચની પ્રાથમિકતા

PM નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે દેશના યુવાનોનું કલ્યાણ અને તેમનું ભવિષ્ય સરકારની ટોચની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે સરકાર સતત વિવિધ પગલાં લઈ રહી છે અને ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપનાનો નિર્ણય પણ તે જ પ્રયાસોની એક મહત્વપૂર્ણ કડી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પેપર લીક જેવા ગંભીર ગુનાઓ સામે સરકાર કોઈપણ પ્રકારની ઢીલ રાખશે નહીં.

આ અંગે સોશિયલ મીડિયા પર પણ માહિતી શેર કરી

PM નરેન્દ્ર મોદીએ આ અંગે સોશિયલ મીડિયા પર પણ માહિતી શેર કરી હતી. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું કે દેશના યુવાનોના કલ્યાણ અને ભવિષ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી. આ જ વિચારને ધ્યાનમાં રાખીને સરકારે પેપર લીક સંબંધિત કેસોની સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે આ કોર્ટનો મુખ્ય હેતુ પેપર લીક માટે જવાબદાર લોકોને ઝડપથી કાયદાના કઠોર દાયરામાં લાવવાનો અને તેમને કડક સજા અપાવવાનો રહેશે.

અધિકારીઓ અને વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી

PMને વધુમાં જણાવ્યું કે કેસોના નિકાલમાં કોઈ વિલંબ ન થાય તે માટે સંબંધિત અધિકારીઓ અને વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે તમામ વિભાગોને આ નિર્ણયના અસરકારક અમલ માટે જરૂરી તમામ પગલાં લેવા પણ નિર્દેશ આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ, આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા શ્રેણીબદ્ધ પગલાંનો મહત્વપૂર્ણ ભાગ છે.

પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં

PM મોદીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. તેમણે ફરી એકવાર દોહરાવ્યું કે યુવાનોનું કલ્યાણ અને ભવિષ્ય સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટની વ્યવસ્થા કરવામાં આવશે જેથી ગુનેગારોને શક્ય તેટલી ઝડપથી સજા મળી શકે.

આ પણ વાંચો : જંતર-મંતર પર ફરી ઉમટી ભીડ, NEET પેપર લીક વિરોધ વચ્ચે સુરક્ષા કડક

PMની આ જાહેરાતને દેશભરના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ રાહત તરીકે જોવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી પેપર લીકની ઘટનાઓને કારણે લાખો ઉમેદવારોમાં ચિંતા અને અસંતોષ જોવા મળ્યો હતો. સરકારનું માનવું છે કે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપનાથી આવા કેસોની ઝડપી સુનાવણી થશે અને દોષિતોને સમયસર કડક સજા મળવાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર અસરકારક નિયંત્રણ લાવી શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Paper Leak PM Modi Fast Track Court

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ