બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:31 AM, 23 July 2026
NEET પેપર લીક મામલે દેશની રાજધાની દિલ્હીમાં વિરોધ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. જંતર-મંતર પર ગુરુવારે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોના કાર્યકરો એકત્ર થયા હતા. બુધવારે થયેલી હિંસક અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રદર્શનકારીઓ શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પર અડગ છે.
ADVERTISEMENT
ગુરુવાર સવારે જ પ્રદર્શનકારીઓ જંતર-મંતર પર પહોંચવા લાગ્યા હતા. વિવિધ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને સંગઠનો વિરોધમાં જોડાયા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે NEET પેપર લીક મામલે સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સાથે જ શિક્ષણ વ્યવસ્થામાં લાંબા ગાળાના સુધારા માટે પગલાં લેવાં જોઈએ.
ADVERTISEMENT
બુધવારે બપોરે કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ACP જયપ્રકાશ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ પોલીસે હળવો બળપ્રયોગ કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. સાંજે ફરી એક વખત ટકરાવ સર્જાતા પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.
ADVERTISEMENT
રાત્રે ફરી પથ્થરમારો અને હુમલાની ઘટનાઓ સામે આવતા પોલીસ અને RAFના જવાનોએ આંસુ ગેસના શેલ છોડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં લાઠીચાર્જ પણ કરાયો હતો. લગભગ 10 મિનિટની કામગીરી બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. ત્રણ પોલીસકર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ NEET પેપર લીક કાંડ : અમદાવાદમાં 'હાય હાય'ના નારા અને પોલીસ સાથે ઘર્ષણ, અનેક પ્રદર્શનકારીઓની અટકાયત
ADVERTISEMENT
વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળમાંથી CRPFની 20 કંપનીઓ બોલાવી છે. જનપથ, સંસદ માર્ગ અને ટાલસ્ટોય માર્ગ સહિતના વિસ્તારોમાં સુરક્ષા દળોની મોટી તૈનાતી કરવામાં આવી છે. કેટલાક મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા પણ સમયસર બંધ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
વિરોધ પ્રદર્શનને હવે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓનું સમર્થન મળવા લાગ્યું છે. અનેક વિપક્ષી નેતાઓ જંતર-મંતર પહોંચી પ્રદર્શનકારીઓ સાથે એકતા દર્શાવી રહ્યા છે. CJPના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પણ યથાવત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.