ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / NEET પેપર લીક કાંડ : અમદાવાદમાં 'હાય હાય'ના નારા અને પોલીસ સાથે ઘર્ષણ, અનેક પ્રદર્શનકારીઓની અટકાયત

ગુજરાત / NEET પેપર લીક કાંડ : અમદાવાદમાં 'હાય હાય'ના નારા અને પોલીસ સાથે ઘર્ષણ, અનેક પ્રદર્શનકારીઓની અટકાયત

Published By: Pravin Joshi

Last Updated: 11:55 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NEET પેપર લીક કાંડ અને દિલ્હીમાં વડાપ્રધાન આવાસ બહાર રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા ધરણા પ્રદર્શનના પડઘા હવે ગુજરાતમાં ગંભીરતાથી પડી રહ્યા છે. આજે 22 જુલાઈના રોજ અમદાવાદ શહેર જાણે રાજકીય અને વિદ્યાર્થી આંદોલનનું રણમેદાન બની ગયું હતું.

ADVERTISEMENT

NEET પેપર લીક કાંડ અને દિલ્હીમાં વડાપ્રધાન આવાસ બહાર રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા ધરણા પ્રદર્શનના પડઘા હવે ગુજરાતમાં ગંભીરતાથી પડી રહ્યા છે. આજે 22 જુલાઈના રોજ અમદાવાદ શહેર જાણે રાજકીય અને વિદ્યાર્થી આંદોલનનું રણમેદાન બની ગયું હતું. સવારે રાજીવ ભવન પાસે કોંગ્રેસના આક્રમક પ્રદર્શનથી શરૂ થયેલો આ માહોલ બપોરે ભાજપના વિરોધ પ્રદર્શન અને સાંજે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના ઉગ્ર હલ્લાબોલ સુધી પહોંચ્યો હતો.

વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

સાંજના સમયે ગુજરાત યુનિવર્સિટી પાસે મોટી સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગાન, બેનરો અને પોસ્ટરો સાથે 'ગલી ગલી મેં શોર હૈ...' તથા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. પરિસ્થિતિ વણસતી જોઈને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરી તેમને દોડાવ્યા હતા અને ધક્કા મારીને બસો ભરીને અટકાયતમાં લીધા હતા. પોલીસની કડક નજર વચ્ચે પણ વિદ્યાર્થીઓએ નજરચૂક કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરવાનું ચાલુ રાખ્યું હતું.

આ વિરોધ પ્રદર્શનમાં NEET ની પરીક્ષા અગાઉ માનસિક તાણમાં આવીને આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કહાનના પિતા પ્રશાંત પટેલ પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા. તેમણે અત્યંત ભાવુક બનીને જણાવ્યું હતું કે, મેં મારો વ્હાલસોયો દીકરો ગુમાવ્યો છે. દેશના અન્ય કોઈ માતા-પિતાએ પોતાનું સંતાન ન ગુમાવવું પડે તે માટે હું ન્યાયની માંગ સાથે દિલ્હી વિરોધમાં ગયો હતો અને આજે અમદાવાદ આવ્યો છું.

રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સંગ્રામ

દિલ્હીમાં કોંગ્રેસના પ્રદર્શનના વિરોધમાં આજે બપોરે 2 વાગ્યે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય 'રાજીવ ગાંધી ભવન' ખાતે ધરણા કરવા પહોંચ્યા હતા. સામે પક્ષે કોંગ્રેસના સીનિયર નેતા અમિત ચાવડા પણ કાર્યકરો સાથે કાર્યાલયની સીડીઓ પર જ મોરચો માંડીને બેસી ગયા હતા. અંદાજે એક કલાક સુધી બંને પક્ષો વચ્ચે સામસામે ભારે સૂત્રોચ્ચાર ચાલ્યા બાદ ભાજપના નેતાઓ પરત ફર્યા હતા. દિવસભર ચાલેલા આ વિરોધ પ્રદર્શન અને ધરપકડના દૌર બાદ હાલમાં પોલીસે તમામ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને શાંતિ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચોઃ CJP protest / CJP હિંસા કેસ પહોંચ્યો હાઈકોર્ટ, કેન્દ્ર અને દિલ્હી પોલીસ પાસેથી માંગ્યો જવાબ

અમિત ચાવડા (કોંગ્રેસ): ભાજપ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે, "દેશની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાસે જવાબ માંગશે. નેપાળમાં નેતાઓને જે રીતે દોડાવીને મારવામાં આવ્યા હતા, તેના જેવી સ્થિતિની શરૂઆત ભારતમાં પણ દિલ્હીથી થઈ ચૂકી છે."

જગદીશ વિશ્વકર્મા (ભાજપ): કોંગ્રેસ પર પલટવાર કરતા તેમણે જણાવ્યું કે, દેશના 140 કરોડ નાગરિકો અને યુવાનો કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. જ્યારે સંસદની અંદર NEET મુદ્દે ચર્ચા કરવાની તક આપવામાં આવી ત્યારે ચર્ચા ભાગવાને બદલે રાહુલ ગાંધી યુવાનોને ભ્રમિત કરવાનું અને દેશમાં અરાજકતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

StudentProtest GujaratUniversity NEETProtestAhmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ