બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / "રાજીનામું તો પહેલું પગથિયું છે...": ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સોનમ વાંગચુકનું મોટું નિવેદન
Last Updated: 04:12 PM, 25 July 2026
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પ્રતિક્રિયા આપી. સોનમ વાંગચુકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંને લોકતંત્રની મોટી જીત ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી કહ્યું કે આ નિર્ણય શાંતિપૂર્ણ જનઆંદોલન અને દેશભરના યુવાઓની ધીરજનું પરિણામ છે.
ADVERTISEMENT
સોનમ વાંગચુકે લખ્યું, "આ લોકતંત્રની જીત છે. શાંતિ, ધીરજ અને સતત સંઘર્ષની જીત છે." તેમણે કહ્યું કે લોકતંત્રમાં જનતાનો અવાજ સૌથી મહત્વપૂર્ણ હોય છે અને જ્યારે લોકો શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રાખે છે ત્યારે તેની અસર જરૂર જોવા મળે છે.
IT'S A VICTORY OF DEMOCRACY
— Sonam Wangchuk (@Wangchuk66) July 25, 2026
direct democracy... straight from the streets.
It's a victory of peace, patience & persévérance.
Congratulations CJP, Gen Z of the nation and thank you all citizens for shedding fear and the fear of fear and rising up from every corner of the nation.… pic.twitter.com/rSLOfvba2R
ADVERTISEMENT
વાંગચુકે CJP અને દેશભરના GenZ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે તેમણે તેમના અધિકારો અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગને સતત ઉઠાવી છે. સાથે જ તેમણે દેશભરના એવા નાગરિકોનો પણ આભાર વ્યક્ત કર્યો, જેમણે ડર્યા વિના આંદોલનનું સમર્થન કર્યું અને અવાજ ઉઠાવ્યો.
તેમણે પોતાના સંદેશના અંતમાં લખ્યું, "હવે જવાબદેહિતાથી આગળ વધી સુધારા તરફ વધવાનો સમય છે." એટલે કે તેમનો મતલબ શિક્ષણ મંત્રીનું રાજીનામું માત્ર પહેલું પગલું હતું. હવે સરકારે પરીક્ષા વ્યવસ્થામાં પણ પારદર્શિતા વધારવા, પેપર લીક રોકવા અને વિદ્યાર્થીઓનો ભરોસો જીતવાને લઈ આકરાં પગલાં ભરવાં પડશે.
ADVERTISEMENT
NEET-UG વિવાદ અને દેશભરમાં જાહેર ચાલી રહેલ વિદ્યાર્થી આંદોલન વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. એવામાં સોનમ વાંગચુકનું આ નિવેદન આંદોલનના સમર્થકો માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કેમ કે તેઓ શરૂઆતથી જ જવાબદેહિતા અને શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુદારાની માંગ ઉટાવતા રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.