બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / વિદ્યાર્થી આંદોલન વચ્ચે શબાના આઝમીની તબિયત બગડી, સ્વાઈન ફ્લૂ બાદ ડૉક્ટરે આપી આરામની સલાહ

મનોરંજન / વિદ્યાર્થી આંદોલન વચ્ચે શબાના આઝમીની તબિયત બગડી, સ્વાઈન ફ્લૂ બાદ ડૉક્ટરે આપી આરામની સલાહ

Published By: Jinal Chauhan

Last Updated: 03:39 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં ઉભા રહેલા શબાના આઝમીની તબિયત અચાનક ખરાબ થઈ છે. સ્વાઈન ફ્લૂ અને તાવના કારણે ડૉક્ટરે તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.

અભિનેત્રી શબાના આઝમી છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓના પ્રદર્શનના સમર્થનમાં અવાજ ઉઠાવી રહી હતી. તેઓ સોશિયલ મીડિયા અને મેદાન બંને જગ્યાએ વિદ્યાર્થીઓની માંગણીઓને સમર્થન આપી રહ્યા હતા. જોકે હવે તબિયત ખરાબ થવાના કારણે તેઓ આગામી પ્રદર્શનમાં હાજરી આપી શકશે નહીં.

શબાના આઝમીને સ્વાઈન ફ્લૂની અસર

શબાના આઝમીની ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ તેમને સ્વાઈન ફ્લૂ થયો છે. તેમને 102 ડિગ્રી તાવ છે અને ડૉક્ટરોએ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આ કારણે તેઓ હાલ પ્રદર્શનમાં ભાગ લઈ શકશે નહીં.

વિદ્યાર્થીઓના પ્રદર્શનને આપ્યું હતું સમર્થન

શબાના આઝમી શરૂઆતથી જ વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપી રહી હતી. તેમણે જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શન અંગે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી હતી અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગને સમર્થન આપ્યું હતું.

vtv app promotion

આ પણ વાંચોઃ ''ધર્મેન્દ્રપ્રધાનને કેબિનેટમાંથી...'', વિદ્યાર્થીઓના સમર્થનમાં રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ મૂકી આ શરતો

સોશિયલ મીડિયા પર પણ ઉઠાવ્યો હતો અવાજ

શબાના આઝમીએ પોતાની પોસ્ટમાં શિક્ષણ, જાહેર આરોગ્ય અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશના વિકાસ માટે શિક્ષણ વ્યવસ્થામાં મોટા સુધારાની જરૂર છે.

અગાઉ પણ પ્રદર્શન દરમિયાન બગડી હતી તબિયત

આ પહેલા પણ એક પ્રદર્શન દરમિયાન શબાના આઝમીની તબિયત ખરાબ થઈ હતી. ટિયર ગેસના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેમને અસ્થમાની સમસ્યા પણ થઈ હતી. જોકે સ્વસ્થ થયા બાદ તેઓ ફરી વિદ્યાર્થીઓના સમર્થનમાં જોવા મળ્યા હતા.

હાલ આરામ પર છે શબાના આઝમી

હાલ શબાના આઝમી ડૉક્ટરની સલાહ મુજબ આરામ કરી રહી છે. તેમની ટીમે જણાવ્યું છે કે સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ જ તેઓ ફરી જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shabana Azmi Health Student Protest Swine Flu

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ