બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની હોટલમાં આતંકીઓની થઈ હતી ગુપ્ત બેઠક, કાશ્મીરથી પણ એક આવ્યો હતો, ATSની તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Last Updated: 06:08 PM, 22 July 2026
ATS Investigation: ગુજરાત એટીએસના ઓપરેશનમાં તાજેતરમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ સાથે સંકળાયેલા 13 આતંકીની ધરપકડ કરવામાં આવી છે. એટીએસની તપાસમાં ચોકાવનારા ખુલાસા થયા છે. વડોદરાની હોટલમાં આતંકીઓની ગુપ્ત બેઠક થઇ હતી, કાશ્મીરથી પણ એક આતંકી મીટીગમાં આવ્યો હતો, નોધનીય છે કે, આ આતંકીઓ દ્વારા બોંમ્બ બનાવવાનો પ્રયાસ પણ કરાયો હતો તેમના મનસુબામાં સફળ થયા હોત તો સમગ્ર ગુજરાતમાં લોહીની નદીઓ વહાવવાનું તેમનું આયોજન લાગતુ હતું.
ADVERTISEMENT
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ દ્વારા 13 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. 13 પૈકીના બે આતંકીઓ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ એમ્બેસેડર હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હોવાનો ખુલાસો થયો છે. એટીએસની ટીમ અહમદ ગાજીવાલાને લઈ વડોદરાની એમ્બેસેડર હોટલમાં પહોંચી હતી વધુ સર્ચ હાથ ધર્યુ હતું.
વડોદરામાં કરી મીટીંગ
ADVERTISEMENT
અહમદ ગાજીવાલા અને ઇબ્રાહિમ ઘઘા વડોદરાની એમ્બેસેડર હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રહ્યા હતા તેમને કાશ્મીરથી એક આતંકી મળવા આવ્યો ત્યારે તેમણે રેલવે સ્ટેશન પાસે મીટિંગ કરી આતંકી સંગઠનને વધુ મજબુત બનાવવા ચર્ચા કરી હતી. હોટલના કોઈ સ્ટાફની સંડોવણી હતી કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સર્ચ ઓપરેશન / પાટણના હૈદરપુરામાં આતંકી મોહમ્મદ હસનને સાથે રાખી ગુજરાત ATSની તપાસ, ઘરથી મસ્જિદ અને કેનાલ વિસ્તાર સુધી સર્ચ
એમ્બેસેડર હોટલના મેનેજર સફવાન શાહજીએ મીડિયાને જણાવ્યું હતું કે, ATSની ટીમ જે છોકરાને સાથે લઈને આવી હતી, તેણે કહ્યું કે હું અહીંયા ફક્ત 15થી 30 મિનિટ માટે સર્વન્ટ રૂમમાં ફ્રેશ થવા રોકાયો હતો અને પછી તરત જ નીકળી ગયો હતો. એટીએસની ટીમે અમારા તમામ સ્ટાફને બોલાવીને પૂછપરછ કરી કે શું તેઓ આ વ્યક્તિને ઓળખે છે? પરંતુ અમારા સ્ટાફે જણાવ્યું હતું કે, તેઓ તેને ઓળખતા નથી. એટીએસની ટીમે બધું ચકાસ્યું હતું. પણ અહીંથી કશું જ મળી આવ્યું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.