ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના મુદ્દે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ, સરકાર પર ઉઠાવ્યા સવાલો, 10 વર્ષમાં 152 પેપર લીક થયાં

Rahul Gandhi / NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના મુદ્દે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ, સરકાર પર ઉઠાવ્યા સવાલો, 10 વર્ષમાં 152 પેપર લીક થયાં

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:52 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi: રાહુલ ગાંધી નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. ગઈકાલે તેમણે વિપક્ષી નેતાઓ સાથે પ્રધાનમંત્રી ગૃહની બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું.

ADVERTISEMENT

NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. સંસદનું ચોમાસુ સત્ર સતત ત્રીજા દિવસે ખોરવાઈ ગયું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે કોંગ્રેસના સાંસદો સાથે પ્રધાનમંત્રી ગૃહની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી. હવે રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓની કૂચ દરમિયાન દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો અને તેમને ખુબ માર માર્યો. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. તેમની માંગણીઓ શું હતી? તેઓ શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગ કરી રહ્યા હતા.

"ધાંધલી વાળી સિસ્ટમ બની ગઇ છે એજ્યુકેશન સિસ્ટમ"

રાહુલ ગાંધીએ કહ્યું કે આપણી શિક્ષણ પ્રણાલી જે એક સમયે વિશ્વની શ્રેષ્ઠ માનવામાં આવતી હતી, હવે ધાંધલી વાળી સિસ્ટમ બની ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં 152 પેપર લીક થયા છે. જો તમે હિસાબ કરો તો લગભગ દર મહિને એક પેપર લીક થાય છે. દર મહિને લાખો વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તેમને ફરીથી એ જ તણાવમાંથી પસાર થવું પડે છે. પછી તેમને કહેવામાં આવે છે કે તેમને કોઈ પરવા નથી. 7.5 કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પ્રભાવિત થયા છે. આ મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો છે.

તેઓ પોતાની મહેનતના પૈસા લગાવે છે અને પછી તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. અને સૌથી મોટી વાત એ છે કે કોઈને સજા કરવામાં આવી નથી. છેલ્લા 10 વર્ષમાં 152 પેપર લીક થયા છે, અને કોઈને સજા કરવામાં આવી નથી.

VTV Digital 1

આ પણ વાંચોઃ CJP protest / CJP હિંસા કેસ પહોંચ્યો હાઈકોર્ટ, કેન્દ્ર અને દિલ્હી પોલીસ પાસેથી માંગ્યો જવાબ

રાહુલ ગાંધીએ કહ્યું કે આ પરીક્ષાઓનો ખર્ચ અસહ્ય છે. NEET નો ખર્ચ દર વર્ષે 1.32 લાખ કરોડ રૂપિયા થાય છે. ભારત સરકારનું શિક્ષણ બજેટ 1.4 લાખ કરોડ રૂપિયા છે. એક પરિવાર એક પરીક્ષા પર એટલો ખર્ચ કરે છે જેટલો સરકાર તેના સમગ્ર શિક્ષણ બજેટ પર ખર્ચ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CJP protest NEET Rahul Gandhi Protest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ