બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / શું છે ચાંદીપુરા વાયરસ? 48 કલાકમાં બાળકની જિંદગી જોખમમાં મૂકી શકે છે આ વાયરસ

Explainer / શું છે ચાંદીપુરા વાયરસ? 48 કલાકમાં બાળકની જિંદગી જોખમમાં મૂકી શકે છે આ વાયરસ

Published By: Kalpesh Kandoria

Last Updated: 01:09 PM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌથી ચિંતાજનક વાત એ છે કે ચાંદીપુરા વાયરસ સામે હાલમાં કોઈ ચોક્કસ દવા કે રસી ઉપલબ્ધ નથી. એટલે સમયસર લક્ષણોને ઓળખીને હોસ્પિટલમાં સારવાર શરૂ કરવી જ દર્દીનો જીવ બચાવવાનો સૌથી મોટો રસ્તો છે.

સામાન્ય રીતે બાળકને તાવ આવે તો માતા-પિતા તેને વાયરલ માનીને દવા આપીને ઘરે જ આરામ કરાવે છે. પરંતુ દરેક તાવ સામાન્ય નથી હોતો. કેટલાક વાયરસ એવા હોય છે, જે માત્ર બે-ત્રણ દિવસમાં જ મગજ પર હુમલો કરીને જીવલેણ સાબિત થઈ શકે છે. ચાંદીપુરા વાયરસ (CHPV) એવો જ એક ખતરનાક વાયરસ છે.

તાજેતરમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસના ઘણા કેસ સામે આવી રહ્યા છે, જેમાંથી કેટલાક કેસમાં સારવાર દરમિયાન મોત પણ થયા છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આ વાયરસ ભલે દુર્લભ હોય, પરંતુ તેની ઝડપ અત્યંત ખતરનાક છે. સામાન્ય વાયરલ જેવા દેખાતા લક્ષણો થોડા જ કલાકોમાં ગંભીર મગજના ચેપમાં ફેરવાઈ શકે છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે ચાંદીપુરા વાયરસ સામે હાલમાં કોઈ ચોક્કસ દવા કે રસી ઉપલબ્ધ નથી. એટલે સમયસર લક્ષણોને ઓળખીને હોસ્પિટલમાં સારવાર શરૂ કરવી જ દર્દીનો જીવ બચાવવાનો સૌથી મોટો રસ્તો છે.

ચાંદીપુરા વાયરસ શું છે?

ચાંદીપુરા વાયરસ Rhabdoviridae જૂથનો વાયરસ છે. આ જ જૂથનો બીજો જાણીતો વાયરસ રેબિઝ પણ છે, જોકે બંનેથી થતી બીમારીઓ અલગ છે. આ વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય (બાલુ માખી)ના કરડવાથી ફેલાય છે. ભારતમાં ખાસ કરીને પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં વરસાદની સિઝનમાં તેના કેસ વધુ જોવા મળે છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં ચોમાસા દરમિયાન સમયાંતરે આ વાયરસના કેસ નોંધાયા છે.

બાળકો માટે સૌથી મોટું જોખમ કેમ?

ચાંદીપુરા વાયરસની સૌથી મોટી ખાસિયત તેની ઝડપ છે. શરૂઆતમાં સામાન્ય વાયરલ જેવી સ્થિતિ હોય છે.

ચાંદીપુરાના લક્ષણો

  • અચાનક ઊંચો તાવ
  • માથાનો ભારે દુખાવો
  • ઉલ્ટી
  • નબળાઈ
  • થાક

પરંતુ થોડા જ કલાકોમાં વાયરસ મગજ સુધી પહોંચી શકે છે. ત્યારબાદ

  • સતત ઉલ્ટીઓ
  • બેચેની
  • આંચકી (Fits)
  • ગૂંચવણ
  • બેભાન થવું
  • કોમા

જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. ડોક્ટર્સના કહેવા પ્રમાણે લક્ષણો શરૂ થયાના માત્ર 48થી 72 કલાકમાં દર્દીની સ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે.

15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર વધુ જોખમ

15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું રોગપ્રતિકારક તંત્ર અને નર્વસ સિસ્ટમ હજુ વિકાસની પ્રક્રિયામાં હોય છે. એટલા માટે આ વાયરસ બાળકોના મગજ પર ઝડપથી અસર કરે છે. જો બાળકને ઊંચા તાવ સાથે ઉલ્ટી, ગૂંચવણ અથવા આંચકી જેવા લક્ષણો દેખાય તો તેને સામાન્ય વાયરલ માનીને ઘરે બેસી રહેવું જોખમી બની શકે છે. આ લક્ષણોને ક્યારેય અવગણશો નહીં

જો બાળકમાં નીચેના લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલ પહોંચવું જોઈએ.

  • 101°Fથી વધુ તાવ
  • વારંવાર ઉલ્ટી
  • આંચકી આવવી
  • વર્તનમાં અચાનક ફેરફાર
  • ગૂંચવણ
  • સતત ઊંઘ આવવી
  • બેભાન થવું

આ લક્ષણો હંમેશા ચાંદીપુરા વાયરસના હોય એવું જરૂરી નથી, પરંતુ તે મગજમાં ચેપ અથવા સોજાના સંકેત હોઈ શકે છે.

આ વાયરસનો કોઈ ચોક્કસ ઈલાજ નથી

હાલમાં ચાંદીપુરા વાયરસ માટે કોઈ રસી નથી, કોઈ એન્ટીવાયરલ દવા નથીય ડોક્ટરો માત્ર સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપે છે. હોસ્પિટલમાં દર્દીને ઓક્સિજન, ફ્લુઈડ્સ, આંચકી નિયંત્રણની દવા, ICU મોનિટરિંગ કરીને જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વિશ્વભરના ઉપલબ્ધ અભ્યાસો મુજબ આ વાયરસમાં મૃત્યુદર 56થી 75 ટકા સુધી નોંધાયો છે.

ચોમાસામાં કેવી રીતે બચી શકાય?

ચાંદીપુરા વાયરસ સીધો વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો નથી. તે સેન્ડફ્લાય (બાલુ માખી)ના કરડવાથી ફેલાય છે. એટલે બચાવ માટે કેટલીક સરળ સાવચેતીઓ ખૂબ મહત્વની છે.

  • બાળકોને આખી બાંયના કપડાં પહેરાવો.
  • બાળકો માટે યોગ્ય ઇન્સેક્ટ રિપેલેન્ટનો ઉપયોગ કરો.
  • જરૂર પડે તો કીટનાશક લગાવેલી મચ્છરદાનીમાં સુવડાવો.
  • ઘરની આસપાસ સફાઈ રાખો.
  • ભેજવાળા અને ગંદકીવાળા સ્થળો ટાળો.
  • પશુઓના વાડા અને ઝાડીઓ પાસે બાળકોને ઓછા જવા દો.
  • સેન્ડફ્લાય ક્યાં વધુ જોવા મળે છે?

સેન્ડફ્લાય સામાન્ય મચ્છર કરતાં ઘણી નાની હોય છે. તે મોટાભાગે ભેજવાળા વિસ્તારોમાં, પશુઓના વાડામાં, ગંદકીવાળી જગ્યાઓએ, ગીચ ઝાડીઓમાં વધુ જોવા મળે છે.

સૌથી મહત્વની વાત

ચાંદીપુરા વાયરસ દુર્લભ છે, પરંતુ તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ. જો બાળકને ઊંચો તાવ, ઉલ્ટી, આંચકી અથવા વર્તનમાં અચાનક ફેરફાર જોવા મળે તો ઘરેલુ સારવારમાં સમય બગાડવાને બદલે તરત નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ. કારણ કે આ વાયરસ સામે સૌથી મોટું હથિયાર કોઈ દવા નહીં, પરંતુ સમયસરની સારવાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandipura Virus Symptoms CHPV Chandipura Virus

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ