બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / આજથી લઈને છેક 26 જુલાઈ સુધી ગુજરાતમાં મેઘમહેર, આજે અહીં અતિભારે વરસાદની આગાહી
6 ફોટો ગેલેરી
Last Updated: 06:00 AM, 21 July 2026
1/6
ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની અસર યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 26 જુલાઈ 2026 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
2/6
21 જુલાઈ 2026ના રોજ સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
3/6
4/6
23 અને 24 જુલાઈ 2026 દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે.
5/6
25 જુલાઈ 2026ના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
6/6
26 જુલાઈ 2026ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ