બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ''...તો હું તમારો ભાઇ નથી'', નોટિસ બાદ રકમ ભરપાઈ ના કરતા ભાવનગરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એક્શનમાં

Video / ''...તો હું તમારો ભાઇ નથી'', નોટિસ બાદ રકમ ભરપાઈ ના કરતા ભાવનગરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એક્શનમાં

Published By: Vishal Khamar

Last Updated: 04:02 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા પિતરાઈ ભાઈ પાસેથી રૂા. 12.66 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. તેમજ એજન્સીને બ્લેક લીસ્ટ કરવાની સૂચના આપી પારદર્શિતા અને જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ પારદર્શિતા અને જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડતા પોતાના જ પિતરાઈ ભાઈની એજન્સી પાસેથી બાકી રહેલી લાયસન્સ ફી અને પેનલ્ટી સહિત કુલ રૂ. 12.66 લાખની વસૂલાત કરાવી હોવાનું જાણવા મળ્યું છે.

અનેક વખત નોટીસ આપવા છતાં એજન્સીએ રકમ જમા ન કરાવી

માહિતી મુજબ, મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ સંચાલન સાથે જોડાયેલી એજન્સી દ્વારા લાયસન્સ ફી સમયસર ભરવામાં આવી નહોતી. અનેક વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં એજન્સીએ બાકી રકમ જમા કરાવી નહોતી. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ કોઈપણ પ્રકારના સગાવાદને મહત્વ આપ્યા વિના નિયમોનું પાલન કરાવવા કડક વલણ અપનાવ્યું હતું.

એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની સૂચના આપી

સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સી સામે બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ એજન્સીએ બાકી રહેલી આશરે રૂ. 2.50 લાખની લાયસન્સ ફી તેમજ અંદાજે રૂ. 10 લાખની પેનલ્ટી સહિત કુલ રૂ. 12.66 લાખની રકમ મહાનગરપાલિકામાં જમા કરાવી હતી.

કિશન મહેતા , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન BMC

આ પણ વાંચોઃ ગિરનાર જતા યાત્રાળુઓએ કરાવવી પડશે નોંધણી, ઓનલાઈન પણ થશે રજિસ્ટ્રેશન, ઓળખ કાર્ડ જોડે રાખવું ફરજિયાત

આ સમગ્ર ઘટનાને લઈને મનપાના વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે જાહેર હિત અને નિયમોના અમલમાં સંબંધોને બાજુએ રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. મનપાની આવક સુરક્ષિત રાખવા અને બાકી વસૂલાત માટે અપનાવવામાં આવેલા આ અભિગમને કેટલાક વર્તુળોમાં કડક વહીવટી નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Municipal Corporation Standing Committee Chairman Kishan Mehta

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ