બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુસ્કાન, સોનમ બાદ હવે મેરઠની દામિની, પ્રેમી માટે થઇને પતિને સાથે ખેલ્યો સાપ'કાંડ'

નેશનલ / મુસ્કાન, સોનમ બાદ હવે મેરઠની દામિની, પ્રેમી માટે થઇને પતિને સાથે ખેલ્યો સાપ'કાંડ'

Published By: Jinal Chauhan

Last Updated: 08:18 AM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે જ્યાં સાપના ડંખથી થયેલું મૃત્યુ હકીકતમાં હત્યા નીકળ્યું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડ્યું હતું.

ઉત્તર પ્રદેશના મેરઠમાં શરૂઆતમાં આ ઘટના સામાન્ય રીતે સાપ કરડવાથી થયેલા મૃત્યુ જેવી લાગી રહી હતી. પરંતુ મૃતકના પરિવારજનોની શંકા અને ફોરેન્સિક તપાસ બાદ સમગ્ર મામલે નવો વળાંક લીધો. પોલીસના જણાવ્યા મુજબ પત્ની દામિનીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિ અતુલ પંવારની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ કેસમાં 20 લાખ રૂપિયાના વીમા અને પ્રેમ સંબંધની વાતો પણ સામે આવી છે.

સાપના ડંખની કહાની પાછળ હત્યાનું રહસ્ય

મેરઠ જિલ્લાના હસ્તિનાપુર વિસ્તારમાં રહેતા અતુલ પંવાર એક પ્લે સ્કૂલ ચલાવતા હતા. એક સવારે તેઓ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પત્ની દામિનીએ શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે રાત્રે તેઓ પતિ સાથે એક જ રૂમમાં સૂતા હતા પરંતુ ગરમી લાગતાં તે બાળકને લઈને બીજા રૂમમાં ચાલી ગઈ હતી. સવારે પાછી આવી ત્યારે પતિ મૃત હાલતમાં હતા અને બેડ પાસે કાળો સાપ જોવા મળ્યો હતો.

પ્રાથમિક રીતે ઘટના સાપ કરડવાથી થયેલા મૃત્યુ જેવી લાગી હતી. જોકે મૃતકના પરિવારજનોને આખી ઘટનામાં શંકા ગઈ અને તેમણે પોલીસ પાસે વિગતવાર તપાસની માંગ કરી.

Meerut Murder Case

પરિવારની શંકાએ બદલ્યો કેસનો દિશામાર્ગ

અતુલના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને અનેક બાબતો અસ્વાભાવિક લાગી. મૃતદેહ પરના નિશાન અને ઘટનાની કહાની વચ્ચે મેળ ન બેસતા તેમણે હત્યાની આશંકા વ્યક્ત કરી. ત્યારબાદ પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી સ્થળ પરથી વિવિધ પુરાવા એકત્ર કર્યા. ફોરેન્સિક તપાસમાં મળેલા કેટલાક મહત્વના પુરાવાઓએ પોલીસની શંકા મજબૂત કરી. ત્યારબાદ દામિની અને તેની આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી.

પ્રેમ સંબંધ અને વીમાની રકમ બન્યા કારણ?

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે દામિનીના સંબંધ સ્કૂલના બસ ડ્રાઇવર સાથે હતા. બંને લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને સાથે રહેવાની યોજના બનાવી રહ્યા હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે અતુલના નામે આશરે 20 લાખ રૂપિયાનું જીવન વીમા કવર હતું.

vtv app promotion

આ પણ વાંચોઃ ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસ લઈ ગઈ, જુઓ ક્યાં અને કેમ?

પોલીસના જણાવ્યા મુજબ પતિના મૃત્યુ બાદ આ વીમાની રકમ મેળવવાનો પણ એક હેતુ હતો. પ્રેમી સાથે નવું જીવન શરૂ કરવા માટે અતુલને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.

પૂછપરછમાં તૂટ્યા આરોપીઓ

પોલીસે કડક પૂછપરછ શરૂ કરતાં બંને આરોપીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો. અંતે દામિની અને તેના પ્રેમીએ ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે અતુલને નુકસાન પહોંચાડવાના અગાઉ પણ કેટલાક પ્રયાસ કરવામાં આવ્યા હતા.આ ખુલાસા બાદ પોલીસે બંનેની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યા. હાલમાં બંને આરોપીઓ જેલમાં છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.

ફરી ચર્ચામાં પતિની હત્યાના કેસ

છેલ્લા કેટલાક સમયથી દેશના અલગ-અલગ વિસ્તારોમાં પ્રેમ સંબંધો અને પારિવારિક વિવાદોને કારણે પતિની હત્યાના કેસ ચર્ચામાં રહ્યા છે. મેરઠનો આ કેસ પણ એ જ પ્રકારની ઘટનાઓની યાદીમાં સામેલ થયો છે. ખાસ કરીને સાપના ડંખ જેવી ઘટના પાછળ હત્યાનું કાવતરું છુપાયેલું હોવાનો ખુલાસો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Damini Atul Panwar Meerut Murder Case

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ