બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવેથી પ્રવાસીઓ બોટમાં નાસ્તો નહીં લઈ જઇ શકે, હાઈકોર્ટનો પ્રતિબંધ
Last Updated: 08:34 AM, 18 July 2026
Thol Bird Sanctuary Plastic Ban : થોળ પક્ષી અભયારણ્યને લઈ ને એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદ નજીક આવેલા પ્રસિદ્ધ થોળ પક્ષી અભયારણ્ય અને તળાવમાં પર્યાવરણનું સંરક્ષણ વધુ અસરકારક રીતે થાય તે માટે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, હવે તળાવમાં બોટિંગ કરવા જતા પ્રવાસીઓ બોટમાં કોઈપણ પ્રકારનો નાસ્તો અથવા ખાદ્ય સામગ્રી સાથે લઈ જઈ શકશે નહીં.
ADVERTISEMENT
અહેવાલો મુજબ પ્રવાસીઓ દ્વારા બોટમાં લઈ જવામાં આવતો નાસ્તો અને તેની સાથે થતો પ્લાસ્ટિકનો કચરો તળાવના પર્યાવરણ અને પક્ષીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી પ્લાસ્ટિકના ઉપયોગ પર કડક નિયંત્રણ લાવવા અને તેની અસરકારક અમલવારી કરવા રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે.
આ સાથે ગુજરાત હાઇકોર્ટે વધુમાં જણાવ્યું છે કે, જેમ ગિરનાર વિસ્તારમાં પ્લાસ્ટિક મુક્તિ અને સ્વચ્છતા માટે અસરકારક વ્યવસ્થા અમલમાં છે, તેવી જ પદ્ધતિ થોળ વિસ્તારમાં પણ અમલમાં મૂકવામાં આવે. આ માટે સંબંધિત અધિકારીઓની કમિટી બનાવી યોગ્ય આયોજન અને દેખરેખ રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : રાજ્યના કયા જિલ્લામાં પડશે કેટલો વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
પર્યાવરણ પ્રેમીઓનું માનવું છે કે, હાઇકોર્ટનો આ નિર્ણય થોળ તળાવના કુદરતી સૌંદર્ય, જળચર જીવસૃષ્ટિ અને સ્થળાંતર કરીને આવતા હજારો પક્ષીઓના સંરક્ષણમાં મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ પ્રવાસીઓમાં પણ પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદારીની ભાવના વિકસાવવામાં આ નિર્ણય મદદરૂપ બનશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.