બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદમાં 'સ્પેશિયલ 26' જેવી ઠગાઈ: નકલી બેંક ઉભી કરી જ્વેલર્સ પાસેથી 200 ગ્રામ સોનું લઈને આરોપી ફરાર
Last Updated: 11:03 PM, 17 July 2026
દાહોદ શહેરમાં બોલિવૂડ ફિલ્મ સ્પેશિયલ 26ની યાદ અપાવે તેવી ચોંકાવનારી છેતરપિંડીની ઘટના સામે આવી છે. આરોપીએ ભાડે મકાન રાખીને નકલી બેંક શરૂ કરી અને જ્વેલર્સને વિશ્વાસમાં લઈને અંદાજે 200 ગ્રામ સોનું પડાવી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, આરોપીએ ભાડે લીધેલા મકાનમાં ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંકના નામે નકલી શાખા તૈયાર કરી હતી. બેંક સંપૂર્ણપણે અસલી લાગે તે માટે ઓફિસનું સેટઅપ, સ્ટાફ અને અન્ય વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી.

ADVERTISEMENT
આરોપીએ વિશ્વસનીયતા ઉભી કરવા માટે બેંકમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી હોવાનું દર્શાવી ઈન્ટરવ્યૂ માટે મહિલા અને પુરુષ ઉમેદવારોને બોલાવ્યા હતા. બાદમાં તે જ ઉમેદવારોને બેંકના સ્ટાફ તરીકે રજૂ કરીને સમગ્ર ઘટનાને વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ADVERTISEMENT
ઈન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો તે જ દિવસે આરોપીએ એક જ્વેલર્સને બેંકમાં બોલાવી સોનાના વ્યવહારના બહાને અંદાજે 200 ગ્રામ સોનું પોતાના કબજામાં લીધું હતું. ત્યારબાદ તક મળતાં જ આરોપી બેંકના પાછળના દરવાજેથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ દાહોદ A-ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે બે શખ્સો સામે છેતરપિંડી સહિતના ગુનાઓ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, ભાડાના મકાનની વિગતો અને અન્ય પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રસ્તામાં બાળકોને જોઈ CM ભૂપેન્દ્ર પટેલે અટકાવી ગાડી, અંબાલીના ગ્રામનો સાથે કર્યો સંવાદ
આ સમગ્ર બનાવે દાહોદમાં સુરક્ષા અને વિશ્વાસના પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસે વેપારીઓ અને નાગરિકોને કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલાં સંસ્થાની સત્તાવાર ઓળખ અને વિશ્વસનીયતા ચકાસવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.