બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર, ગુજરાત ATSની તપાસ ચાલુ

મહેસાણા / જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર, ગુજરાત ATSની તપાસ ચાલુ

Vishal Khamar

Last Updated: 07:07 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડી કોર્ટમાં જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓના રિમાન્જ મંજૂર કરવામાં આવ્યા છે. કડી કોર્ટે તમામ આતંકીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાના આરોપસર ઝડપાયેલા 8 શંકાસ્પદ આતંકીઓને આજે કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેસની તપાસ આગળ વધારવા માટે ગુજરાત એટીએસે આરોપીઓના વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

એટીએસે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપીઓ પાસેથી મળેલા ટાઈમ બૉમ્બ સંબંધિત મુદ્દાઓ તેમજ જૈશ-એ-મોહમ્મદના સાહિત્ય અને અન્ય પુરાવાઓના આધારે વધુ પૂછપરછ જરૂરી છે. આ ઉપરાંત સમગ્ર નેટવર્ક, સંપર્કો અને અન્ય સંભવિત કડીઓ સુધી પહોંચવા માટે વધુ સમયની જરૂર હોવાનું પણ જણાવાયું હતું.

આરોપીઓના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કડી કોર્ટે એટીએસની અરજીને આંશિક સ્વીકારી આરોપીઓના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

8 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ કોર્ટ દ્વારા તમામ 8 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. હવે વધારાના 7 દિવસના રિમાન્ડ દરમિયાન એટીએસ વિવિધ તકનિકી અને ફોરેન્સિક પુરાવાઓના આધારે તપાસને વધુ વેગ આપશે.

આ પણ વાંચોઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને મળી નવી ગતિ, 2030માં આવશે જાપાનની E10 ટ્રેન

સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ

આ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને તપાસ દરમિયાન સામે આવતી વિગતોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીઓ સામેના આરોપોની કાનૂની પ્રક્રિયા ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat ATS Kadi Court remand Jaish-e-Mohammed terrorists
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ