બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:02 PM, 17 July 2026
સંસદના ચોમાસુ સત્ર અગાઉ, કેન્દ્ર સરકારે પોતાની રણનીતિને આખરી ઓપ આપવા માટે શુક્રવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઓફિસમાં યોજાયેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ, જેડીયુના નેતા લાલન સિંહ અને ટીડીપીના રામ મોહન નાયડુ સહિત એનડીએના અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક સવારે લગભગ 11.30 વાગ્યે શરૂ થઈ હતી અને એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.
ADVERTISEMENT
આ બેઠકમાં ચોમાસુ સત્ર માટે સરકારની રણનીતિ, વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી શકે તેવા સંભવિત મુદ્દાઓ અને સંસદમાં રજૂ થનારા બિલઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર આ સત્ર દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ કાયદાઓને આગળ વધારવાની તૈયારી કરી રહી છે.
સરકાર સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે તે પાંચ નવા બિલઓમાં આવકવેરા (સુધારા) બિલ, 2026, સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા બિલ 2026, જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારા) બિલ, 2026, રાષ્ટ્રીય સન્માનના અપમાનને રોકવા અંગેનો (સુધારા) બિલ2026 અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) વિકાસ સુધારા બિલ2026 નો સમાવેશ થાય છે. આ પૈકી આવકવેરા અને સુપ્રીમ કોર્ટને લગતા બિલ હાલના વટહુકમોનું સ્થાન લેશે.
ADVERTISEMENT
એવા બે સુધારા પણ રજૂ કરવામાં આવશે
આ ઉપરાંત, સરકાર અગાઉથી પડતર રહેલા બે બિલઓને પણ આગળ વધારશે. તેમાં 'ફોરેન કોન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) અમેન્ડમેન્ટ બિલ, 2026' જે 25 માર્ચ, 2026ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને 'વિકસિત ભારત એજ્યુકેશન એસ્ટાબ્લિશમેન્ટ બિલ, 2025 ' જે 15 ડિસેમ્બર, 2025 ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને સંયુક્ત સમિતિને સોંપવામાં આવ્યું હતું, આ બંને બિલઓ વર્તમાન સત્ર દરમિયાન રજૂ કરવામાં આવનારા બિલઓમાં સામેલ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ISROમાં 100થી વધારે વૈજ્ઞાનિકોએ રાજીનામુ આપવા પર કેન્દ્રનું કડક વલણ! હવે લીધો મોટો નિર્ણય
સરકારની આ બિલો પર રહશે પ્રાથમિકતા
ADVERTISEMENT
માનવામાં આવે છે કે, ચોમાસુ સત્ર દરમિયાન સરકાર આર્થિક સુધારા, ન્યાયતંત્ર, શિક્ષણ અને MSME ક્ષેત્રને લગતા મહત્વપૂર્ણ બિલઓને પ્રાથમિકતા આપશે. બીજી તરફ, વિપક્ષ પણ વિવિધ રાષ્ટ્રીય અને રાજકીય મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. પરિણામે, આગામી ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં ગરમાગરમ ચર્ચાઓ અને રાજકીય ઘર્ષણ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.