બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણામાં લૂંટની ફરિયાદ નીકળી ખોટી, CCTVમાં ફરિયાદી જ આંખમાં મરચું નાખતો ઝડપાયો
Last Updated: 03:25 PM, 17 July 2026
મહેસાણા જિલ્લાના ખેરવા ગામમાં લૂંટની ચોંકાવનારી ફરિયાદનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે ફરિયાદીએ પોતાની પુત્રવધૂના દાગીના ગુપ્ત રીતે વેચી નાખ્યા હતા અને આ વાત છુપાવવા માટે લૂંટનું નાટક રચ્યું હતું.
ADVERTISEMENT
ફરિયાદીએ મહેસાણા તાલુકા પોલીસને જણાવ્યું હતું કે ૧૩ જુલાઈના રોજ કાળા રંગની બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ આંખમાં મરચું નાખી, છરીથી ઈજા પહોંચાડી અને આશરે ૮.૫ તોલા સોનું તથા રૂ.૧.૫ લાખ રોકડ ભરેલી બેગ લૂંટી લીધી હતી.
પોલીસે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતાં હકીકત સામે આવી હતી. ફૂટેજમાં ફરિયાદી પોતે જ ઘટના સ્થળે એકલો દેખાયો હતો. તે પોતાની બેગની પટ્ટીથી હાથ બાંધતો, પોતાની આંખમાં મરચું નાખતો અને ડાબા હાથના કાંડા પર ઈજા કરતો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે પુત્ર અને પુત્રવધૂના નામે રહેલા દાગીના તેણે અગાઉ વેચી નાખ્યા હતા. આ દાગીના લોકરમાં રાખેલા હોવાનું પરિવારને જણાવ્યું નહોતું. તેમાં ત્રણ તોલાનો નેકલેસ, ત્રણ તોલાની ચેઇન અને ત્રણ તોલાની વીંટી સહિત આશરે રૂ.પાંચ લાખનું સોનું સામેલ હતું.
આ પણ વાંચો- 3 વર્ષથી બોમ્બ બનાવવાની તાલીમ લેતા હતા, 8 વખત ટેસ્ટિંગ માટે બ્લાસ્ટ કર્યા, આતંકીઓની ધરપકડ બાદ ખુલાસા
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા મુજબ, પુત્ર અને પુત્રવધૂને કેનેડા મોકલવા માટે રૂ.૫૦ લાખની વ્યવસ્થા કર્યા બાદ તેમજ ધંધામાં નુકસાન થતાં તે ભારે આર્થિક તણાવમાં હતો. પરિવાર દાગીના અંગે પૂછપરછ કરશે તેવી બીકે તેણે લૂંટની ખોટી કહાણી બનાવી હતી. હવે પોલીસે ખોટી ફરિયાદ નોંધાવવા અને તપાસને ગેરમાર્ગે દોરવા બદલ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.