બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / રણબીર કપૂર કેમ પહેરશે બ્લેક ચશ્મા? 'રામાયણ' ટ્રેલર લોન્ચ પહેલાં સામે આવ્યું કારણ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:20 PM, 16 July 2026
1/5
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરને આંખનું ગંભીર ઇન્ફેક્શન થયું છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોમાં ચિંતા હતી કે શું તે 18 July ના રોજ દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનારા પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ' ના ભવ્ય ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ભાગ લેશે કે નહીં? પરંતુ પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સ માટે જાણીતો રણબીર આ કાર્યક્રમમાં ચોક્કસપણે હાજર રહેશે. ઇન્ફેક્શનના કારણે તે સ્ટેજ પર કાળા ચશ્મા પહેરીને નજરે પડશે. આ ભવ્ય ટ્રેલર લોન્ચ ઇવેન્ટને 'પ્રથમ સંકલ્પ' નામ આપવામાં આવ્યું છે.
2/5
રણબીર કપૂરને આ આંખનું ઇન્ફેક્શન તેની નાની દીકરી રાહા કપૂરના કારણે લાગ્યું છે. વાસ્તવમાં આ ઇન્ફેક્શન પહેલાં રાહાને થયું હતું. સામાન્ય રીતે વાલીઓ ચેપથી બચવા બાળકોથી દૂર રહેતા હોય છે, પરંતુ રણબીર કપૂર પોતાની વ્હાલી દીકરીથી બિલકુલ દૂર રહી શક્યો નહીં અને પૂરતી સાવચેતી ન રાખવાના કારણે રણબીરને પણ આ ઇન્ફેક્શન થઈ ગયું.
3/5
'દંગલ' ફેમ ડાયરેક્ટર નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ભવ્ય ફિલ્મ 'રામાયણમ્' ના ટ્રેલર રિલીઝ આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. 15 July ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એટલે કે સેન્સર બોર્ડ દ્વારા આ ટ્રેલરને મંજૂરી આપી દેવામાં આવી છે. સેન્સર બોર્ડે આ ટ્રેલરને 'U' સર્ટિફિકેટ આપ્યું છે, જે દર્શાવે છે કે આ આખી ફેમિલી સાથે જોઈ શકાશે.
4/5
ફિલ્મની સત્તાવાર રિલીઝને હજી 3 મહિનાથી વધુનો સમય બાકી છે, જેથી ઘણા લોકોને એવું લાગતું હતું કે આ એક નાનો પ્રોમો કે ગ્લિમ્પ્સ હશે જે 2.5 કે 3 મિનિટથી ઓછો હશે. જોકે, મેકર્સે ચાહકોને સરપ્રાઈઝ આપતા આ ટ્રેલરને પૂરેપૂરું મનોરંજક બનાવ્યું છે, જેની લંબાઈ આખી 4 મિનિટ અને 15 સેકન્ડની છે.
5/5
'રામાયણમ્' ના મેકર્સ તરફથી દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી રહેલી આ ત્રીજી મોટી ઝલક છે. આ અગાઉ ગયા વર્ષે 3 July ના રોજ ફિલ્મનું સત્તાવાર ઇન્ટ્રોડક્શન (Introduction) સામે લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ, આ વર્ષની શરૂઆતમાં 2 April ના રોજ હનુમાન જયંતિના પવિત્ર અવસરે મેકર્સે 'રામા' (Rama) નામનું એક ખાસ ટીઝર રજૂ કર્યું હતું, જેમાં રણબીર કપૂરના ભગવાન શ્રી રામના ભવ્ય લુક અને પાત્ર પર ફોકસ કરવામાં આવ્યું હતું. આ ટીઝર 2 મિનિટ 38 સેકન્ડનું હતું અને તેને પણ 'U' સર્ટિફિકેટ મળ્યું હતું. હવે સમગ્ર સિનેમા જગત આ ગ્રાન્ડ ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ