બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ભૂલથી પણ WhatsApp પર આવો મેસેજ આવે, તો સાવધાન! નહીંતર બેંક એકાઉન્ટ ખાલી
Last Updated: 04:36 PM, 14 July 2026
જો તમને કોઈ અનનોન વોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરીને કહેવામાં આવે કે થોડા જ દિવસોમાં તમારા પૈસા અનેક ગણા વધી જશે તો તરત સાવધાન થઈ જાવ. તમને “VIP સ્ટોક ટિપ્સ” કે “ગેરંટીડ રિટર્ન્સ” જેવા લાલચ આપીને ફસાવવાની કોશિશ કરવામાં આવી શકે છે. આ સાયબર ફ્રોડની એક નવી અને ઝડપથી વ્યાપી રહેલી રીત છે. જેમાં ગૃહ મંત્રાલય હેઠળના ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ દેશભરના લોકોને આવા ઓનલાઈન રોકાણ કૌભાંડોથી સાવચેત રહેવાની અપીલ કરી છે. I4C અનુસાર આ ઠગાઈ કરનારા વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને રોકાણના નામે લોકો પાસેથી કરોડો રૂપિયાની લૂંટ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ઠગો પહેલા તમને અજાણ્યા ગ્રુપમાં ઉમેરે છે. ત્યાં શેરબજારના “નિષ્ણાત”, રોકાણ સલાહકાર કે મોટી કંપનીના પ્રતિનિધિ હોવાનો દાવો કરનારા લોકો સક્રિય રહે છે. તેઓ દરરોજ શેરબજારની ટિપ્સ, નકલી સ્ક્રીનશોટ અને ઊંચા નફાના આંકડા શેર કરે છે. ઘણી વખત ગ્રુપમાં હાજર અન્ય સભ્યો પણ નકલી હોય છે અને તેઓ “મેં લાખો કમાયા” જેવા દાવા કરીને નવા આવનારાઓનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે.
ADVERTISEMENT
I4Cની સલાહમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે શેરબજાર કે કોઈપણ રોકાણમાં “ગેરંટીડ રિટર્ન”નો દાવો સૌથી મોટું રેડ ફ્લેગ હોય છે. કેમ કે શેરબજાર જોખમ પર આધારિત છે. કોઈ કાયદેસર બ્રોકર કે સંસ્થા ક્યારેય નક્કી મુનાફાની ગેરંટી આપતી નથી. જો કોઈ 100% સુરક્ષિત અને નક્કી નફાનું વચન આપે તો તરત જ સાવધાન થઈ જવું જોઈએ.
ADVERTISEMENT
ઠગાઈ કરનારા લોકોને ગૂગલ પ્લે સ્ટોર કે એપલ સ્ટોરની જગ્યાએ પ્રાઈવેટ લિંક મોકલીને ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરવા કહે છે. આ એપ્સ બહારથી એકદમ અસલી લાગે છે, પરંતુ તે સાયબર ગુનેગારો દ્વારા બનાવેલી નકલી હોય છે. તેમાં ઊંચો નફો બતાવીને વધુ પૈસા રોકવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ એપ્સ માત્ર પૈસા જ નહીં, તમારા મોબાઈલ અને વ્યક્તિગત માહિતી પણ ચોરી કરી શકે છે.
ADVERTISEMENT
આ પ્રકારની ઠગાઈ એક વ્યૂહરચના અનુસાર કરવામાં આવે છે. શરૂઆતમાં નાની રકમ પર નકલી નફો બતાવવામાં આવે છે અને ક્યારેક થોડા પૈસા ઉપાડવા પણ દેવામાં આવે છે. આથી રોકાણકારનો વિશ્વાસ વધે છે. પછી મોટી રકમ જમા કરાવવા કહેવામાં આવે છે. જ્યારે રોકાણકાર પૈસા ઉપાડવા માંગે છે ત્યારે ટેક્સ, પ્રોસેસિંગ ફી, વેરિફિકેશન ચાર્જ જેવી વિવિધ માંગણીઓ શરૂ થાય છે. છેવટે ખાતું બ્લોક કરીને સંપર્ક તોડી નાખવામાં આવે છે.
ADVERTISEMENT
આ અંગે 4Cએ જાગૃતિ માટે મુંબઈના એક નિવૃત્ત વૈજ્ઞાનિકનું ઉદાહરણ આપ્યું છે. જેમાં તેમને અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા. ત્યાંથી ઊંચા નફાના વચનો મળતા તેમણે મોટી રકમ રોકી. પરંતુ જ્યારે ઉપાડવા ગયા ત્યારે ખાતું બ્લોક થઈ ગયું અને તેમની મહેનતની કમાણી ફસાઈ ગઈ. સાયબર એક્સપર્ટ કહે છે કે ઠગો લાલચ, ઝડપથી અમીર બનવાની ઈચ્છા અને શેરબજાર વિશે અધૂરી જાણકારીનો લાભ ઉઠાવે છે. ઘણા લોકો વિના તપાસે રોકાણ કરી દે છે, જે તેમને સરળ શિકાર બનાવે છે.
ADVERTISEMENT
તરત જ 1930 નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર કોલ કરો અને cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો. જેટલી વહેલી ફરિયાદ થશે, પૈસા પાછા મેળવવાની તક એટલી વધુ રહેશે.જાગૃતિ જ સૌથી મજબૂત સુરક્ષા છે. કોઈપણ જોખમ વગરના અસાધારણ નફાના વચનને રોકાણ ન સમજો, તે ઠગાઈનું જાળ હોઈ શકે છે. આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.