બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / IPO માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી! SBI Funds Managementના ઇશ્યૂ પર કેમ છે રોકાણકારોની નજર?
7 ફોટો ગેલેરી
Last Updated: 03:09 PM, 14 July 2026
1/7
આ IPOને વર્ષના સૌથી મોટા જાહેર ઇશ્યૂમાંથી એક માનવામાં આવી રહ્યો છે. IPOમાં રોકાણ કરતા પહેલાં તેની કિંમત, ઇશ્યૂ સાઇઝ, ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) અને નિષ્ણાતોની સલાહ જાણવી જરૂરી છે. લાંબા ગાળાના રોકાણની તક શોધી રહેલા રોકાણકારો માટે આ IPO ચર્ચાનો વિષય બન્યો છે. આવો જાણીએ તેની સાથે જોડાયેલી મહત્વની માહિતી.
2/7
3/7
કંપનીએ IPO માટે પ્રતિ શેર ₹545થી ₹574નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. એક લોટમાં 26 શેર રાખવામાં આવ્યા છે. ઉચ્ચ પ્રાઇસ બેન્ડ મુજબ રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા ₹14,924નું રોકાણ કરવું પડશે. IPO 14 જુલાઈથી 16 જુલાઈ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે.
4/7
IPO ખુલતા પહેલા SBI Funds Managementનો ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ ₹100ની આસપાસ નોંધાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ જળવાઈ રહે તો શેર લગભગ ₹674ની આસપાસ લિસ્ટ થઈ શકે છે. જોકે GMP કોઈ સત્તાવાર માપદંડ નથી અને લિસ્ટિંગ ભાવની ગેરંટી પણ આપતું નથી.
5/7
મોટાભાગની બ્રોકરેજ કંપનીઓએ આ IPOને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. નિષ્ણાતોના મતે SBI Funds Management પાસે મજબૂત બ્રાન્ડ વેલ્યુ, વિશાળ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને ઝડપથી વિકસતો મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ છે. ઉપરાંત કંપનીનું મૂલ્યાંકન પણ સ્પર્ધકોની સરખામણીએ આકર્ષક માનવામાં આવે છે.
6/7
જો તમે લાંબા ગાળાનું રોકાણ કરવા માંગતા હો અને ભારતના વધતા મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો લાભ લેવા ઈચ્છતા હો તો આ IPO એક સારો વિકલ્પ બની શકે છે. જો કે આ ઓફર ફોર સેલ ઇશ્યૂ હોવાથી કંપનીને નવી મૂડી મળવાની નથી. તેથી રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય લક્ષ્યો, જોખમ ક્ષમતા અને રોકાણની વ્યૂહરચનાને ધ્યાનમાં લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ