બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારતીય રેલવેના AC કોચમાંથી 1.27 કરોડના બેડશીટ, ટુવાલ, ધાબળા અને ઓશિકા ચોરાયા

photo-story

8 ફોટો ગેલેરી

નેશનલ / ભારતીય રેલવેના AC કોચમાંથી 1.27 કરોડના બેડશીટ, ટુવાલ, ધાબળા અને ઓશિકા ચોરાયા

Last Updated: 01:50 AM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એક આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં રેલવેમાંથી 100 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ધાબળા, ચાદર, ટુવાલ, ગાદલા અને ઓશીકાના કવર ચૉરાઈ ગયા છે.

1/8

photoStories-logo

1. રેલવેમાં ચોરી

ભારતમાં રેલવેનું વિશાલ નેટવર્ક છે. જેમાં એસી કોચમાં મુસાફરી કરવી એ લક્ઝરીયસ માનવામાં આવે છે. લાખો મુસાફરો દરરોજ એસી-3, એસી-2 અને એસી-1 કોચમાં મુસાફરી કરે છે. આ એસી કોચ અંગે એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 2022 થી મે 2026 સુધીમાં આ એસી કોચમાંથી 1,27,00,000 બેડશીટ, ઓશિકા કવર, ધાબળા અને ટુવાલ ચોરાઈ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. બેડશીટ ચોરી

જેમાં આ બેડશીટ ચોરીમાં બિકાનેર ટોચ પર છે, ટુવાલ ચોરીમાં દિલ્હી, ઓશિકા કવર ચોરીમાં સોનપુર અને ધાબળા ચોરીમાં જોધપુર ટોપ પર છે. બેડરોલ્સ પૂરા પાડતા કોન્ટ્રાક્ટર સાથે ચોરી દ્વારા 100 કરોડ રૂપિયાથી વધુનું ફ્રોડ કરવામાં આવ્યું છે. જો કે કોન્ટ્રાક્ટર સ્ટાફના પગારમાંથી પૈસા કાપીને આ નુકસાનની ભરપાઈ કરે છે. ભારતીય રેલવે હવે આ એસી કોચ ચોરો સામે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. જેવા મુસાફરો કે સ્ટાફ સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ધાબળા, ચાદર, ટુવાલ, ગાદલા

ભારતીય રેલવે એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોને બેડરોલ પણ પૂરા પાડે છે.જેની કિંમત ટિકિટમાં સામેલ હોય છે.આ બેડરોલમાં ધાબળા, ચાદર, ટુવાલ, ગાદલા અને ઓશીકાના કવરનો સમાવેશ થાય છે. જેમાં એસી કોચમાં મુસાફરી કરતા દર 1000 મુસાફરોમાંથી એક ચોરી કરે છે. આરટીઆઈ મુજબ 18 રેલવે ઝોનના તમામ 69 વિભાગોમાંથી બેડરોલ ચોરી અંગેની માહિતી માંગવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. 1.27 કરોડ બેડરોલ ચોરી થયા

જેમાં 16 રેલ્વે ઝોનના 54 વિભાગોએ જવાબ આપ્યો છે. માહિતી મુજબ જાન્યુઆરી 2022 થી મે 2026 વચ્ચે ઓછામાં ઓછા 1.27 કરોડ બેડરોલ ચોરી થયા છે. આ મોટાભાગની ચોરીઓમાં એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોનો સમાવેશ થાય છે. 2022 થી 2025 દરમિયાન આવી ઘટનાઓમાં 56 ટકાનો વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. 104 કરોડનું નુકસાન

ભારતીય રેલવે ટ્રેનોમાં મુસાફરોને આપવામાં આવતા બેડરોલ (ચાદર, ધાબળા, ઓશીકાના કવર વગેરે) ની ચોરી એ ચિંતાનો વિષય છે. RTI હેઠળ માંગવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા 4 વર્ષમાં બેડરોલ ચોરીને કારણે કોન્ટ્રાક્ટરોને આશરે 104.51 કરોડનું નુકસાન થયું છે. આ ચોરીની આ ઘટનાઓ મુસાફરોના વર્તન અને પબ્લિક પ્રોપર્ટી પ્રત્યેની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. 10 રેલવે સેક્શનમાં સૌથી વધુ ચોરી

RTI મુજબ દેશના 7 રેલવે ઝોનના 10 રેલ્વે વિભાગોમાં બેડરોલ ચોરીના સૌથી વધુ કેસ બન્યા છે. આ વિભાગોમાં રાજસ્થાનના બિકાનેર, જોધપુર અને જયપુર, ઝારખંડના રાંચી, દિલ્હી, મુંબઈ, ગુજરાતના અમદાવાદ, બિહારના સોનપુર અને દાનાપુર અને છત્તીસગઢના બિલાસપુરનો સમાવેશ થાય છે. આ 10 વિભાગોમાં કુલ ચોરીઓનો આશરે 67 ટકા હિસ્સો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. પગારમાંથી વસૂલવામાં આવે છે

આ અંગે કોન્ટ્રાક્ટરોના કર્મચારીઓનું કહેવું છે કે, તેઓ ઘણીવાર ચોરાયેલી વસ્તુઓનો આર્થિક બોજ સહન કરે છે. કોચ એટેન્ડન્ટ્સ કહે છે કે ઘણા કિસ્સાઓમાં, ચોરાયેલા સામાનનો ખર્ચ તેમના પગારમાંથી વસૂલવામાં આવે છે જેના કારણે તેમને આર્થિક નુકસાન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. કાર્યવાહી

રેલવે મંત્રાલયના પ્રવક્તાએ આ મુદ્દા જણાવ્યું કે, રેલવે બેડરોલ ચોરી અટકાવવા અને ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે.જેમાં ચોરીમાં રેલવે સ્ટાફનો હાથ હોવાનો કોઈ નક્કર પુરાવો હજુ સુધી મળ્યો નથી. જેમાં પબ્લિક પ્રોપર્ટીના રક્ષણ અંગે મુસાફરોમાં જાગૃતિ વધારવી એ સુરક્ષાને મજબૂત બનાવવા જેટલું જ જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AC coaches bedsheet stolen bedsheet theft
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ