બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:16 PM, 14 July 2026
Andhra Pradesh: સાવકી બહેનોને પૈતૃક મિલકતમાં સમાન અધિકાર મળશે. આ આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. સાવકી દીકરીઓને પણ તેમના પિતાની મિલકત પર સંપૂર્ણ અધિકાર રહેશે. આવા જ એક કેસમાં એક ભાઈએ પોતાની સાવકી બહેનોને તેમના પિતાની મિલકતમાંથી બેદખલ કરવાનો પ્રયાસ કર્યો અને આખો મામલો કોર્ટમાં ગયો હતો.
ADVERTISEMENT
આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં છ સાવકી બહેનોને તેમના પિતાની પૈતૃક મિલકતમાં સમાન હિસ્સો આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો કોઈ પિતા કોઈપણ અધિકાર છોડી દે છે, તો તે ફક્ત પોતાનો હિસ્સો છોડી શકે છે અને તેની પુત્રીઓના કાનૂની અધિકારોને સમાપ્ત કરી શકતા નથી.
સાવકી દીકરીઓને પણ તેમના પિતાની મિલકત પર સંપૂર્ણ અધિકાર
ADVERTISEMENT
આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે પૈતૃક મિલકત સંબંધિત એક મુખ્ય કેસમાં છ સાવકી બહેનોની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે પુત્રીઓને તેમના પિતાની પૈતૃક મિલકત પર જન્મસિદ્ધ અધિકાર છે અને તેમને આ અધિકારથી વંચિત રાખી શકાતી નથી.
આખો મામલો શું હતો?
ADVERTISEMENT
એક રીપોર્ટ અનુસાર આ મામલો કાકીનાડામાં બે પૈતૃક મિલકતોને સંબંધીત હતો. પિતા સોમરાજુને તેમની પહેલી પત્નીથી એક પુત્ર અને એક પુત્રી હતી. તેમની પહેલી પત્નીના મૃત્યુ પછી તેમણે ફરીથી લગ્ન કર્યા, જેનાથી તેમને છ પુત્રીઓ હતી. પાછળથી તેમના પુત્ર ટી. સત્યનારાયણે દાવો કર્યો કે તેમના પિતાએ 1998 માં એક દસ્તાવેજ દ્વારા સમગ્ર મિલકત તેમને ટ્રાન્સફર કરી હતી. આ દસ્તાવેજ એ એક કાનૂની દસ્તાવેજ છે જેના દ્વારા વ્યક્તિ સ્વેચ્છાએ સંયુક્ત અથવા પૂર્વજોની મિલકતમાં હિસ્સો મેળવવા માટે તેમના કાનૂની અધિકારો પરિવારના અન્ય સભ્યને ટ્રાન્સફર કરે છે. આના આધારે તેમણે તેમની છ સાવકી બહેનોને મિલકતમાં તેમનો હિસ્સો આપવાનો ઇનકાર કર્યો.
જોકે તેમના પિતા સોમરાજુએ કોર્ટમાં કહ્યુ કે તેનો અંગુઠો છેતરપિંડીથી લેવામાં આવ્યો હતો. તેમને કહેવામાં આવ્યું હતું કે મિલકત પર કાનૂની વિવાદ હતો, જ્યારે ત્યારે કોઇ એવો વિવાદ ન હતો. તેમણે એમ પણ કહ્યું કે તેમને ક્યારેય ડીડમાં લખેલ 80,000 રૂપિયા મળ્યા નથી અને બાદમાં દસ્તાવેજ રદ કરવા માટે રજિસ્ટર્ડ કેસિલેશન ડીડ પણ કરી.
ADVERTISEMENT
હાઈકોર્ટેને લાગ્યુ કે જે રિલિંક્વિશમેંટ ડીડને આધાર પર દિકરીઓનો અધીકાર છીનવામાં આવી રહ્યો છે, તેને દિકરાએ અદાલતમાં પુરાવા તરીકે રજુ કર્યો જ નથી. તેથી તે સાબિત કરી શક્યો નહીં કે દસ્તાવેજ સાચો અને માન્ય હતો. કોર્ટે એમ પણ કહ્યું કે જો ત્યાગ દસ્તાવેજ સાચો હોય તો પણ પિતા ફક્ત પોતાનો હિસ્સો છોડી શકે છે. તે તેની પુત્રીઓના જન્મથી મળેલા કાનૂની અધિકારોને સમાપ્ત કરી શકતો નથી. કોર્ટે એવું પણ ઠરાવ્યું કે મિલકત પૂર્વજોની છે, અને તેથી બધા બાળકો તેના પર સમાન રીતે હકદાર છે.
પુત્રએ એવો પણ દાવો કર્યો હતો કે તેની બીજી પત્ની ફક્ત એક રખાત હતી અને તેની છ પુત્રીઓ કાયદેસર સંતાન નથી. જોકે કોર્ટે આ દલીલને પણ ફગાવી દીધી હતી. પિતાએ પોતે કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તે કાયદેસર રીતે તેની બીજી પત્ની સાથે લગ્ન કરેલ છે અને છ પુત્રીઓ તે લગ્નથી જન્મી હતી. પુત્ર દ્વારા વિરુદ્ધ કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ લગ્ન બાદ પહેલીવાર સાથે દેખાયા ટેલર-ટ્રેવિસ, તસવીરોએ મચાવી ધૂમ
ADVERTISEMENT
હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો અને બીજી અપીલ ફગાવી દીધી હતી. હવે સંપત્તિ પુત્રો, પ્રથમ પત્નીની પુત્રી, બીજી પત્નીની છ પુત્રીઓ અને પિતાના વારસાના હિસ્સા સાથે વસિયતનામા મુજબ વહેંચવામાં આવશે. આ નિર્ણય ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે પુત્રીઓના પૂર્વજોની મિલકત પરના અધિકારો કાયદેસર રીતે માન્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.