ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 18 વર્ષ બાદ ટીમથી આ દિગ્ગજ ખેલાડી અલગ થતા CSKના ઐતિહાસિક યુગનો અંત

ક્રિકેટ / 18 વર્ષ બાદ ટીમથી આ દિગ્ગજ ખેલાડી અલગ થતા CSKના ઐતિહાસિક યુગનો અંત

Published By: Bijal Vyas

Last Updated: 02:03 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stephen Fleming: આવનારી IPL સીઝન પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સમાં એક મોટો ફેરફાર થયો છે. મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેનાથી 18 વર્ષના ઐતિહાસિક યુગનો અંત આવ્યો છે.

ADVERTISEMENT

IPLની સૌથી સફળ ફ્રેન્ચાઇઝીઓમાંની એક ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેમ્પમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 18 વર્ષથી ટીમ સાથે જોડાયેલા મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે પરસ્પર સમજૂતીથી ફ્રેન્ચાઇઝીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઇઝીના જણાવ્યા અનુસાર, ફ્લેમિંગ અને CSK મેનેજમેન્ટ વચ્ચે થયેલી અનેક રાઉન્ડની વાતચીત બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે ટીમ માટે એક ઐતિહાસિક યુગનો અંત આવી ગયો છે.

ખેલાડીથી કોચ બનવાનો સફર

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ 2008માં IPLની પ્રથમ સીઝન દરમિયાન ખેલાડી તરીકે ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાયા હતા. તેના પછીના જ વર્ષે, એટલે કે 2009માં તેમણે ટીમની મુખ્ય કોચની જવાબદારી સંભાળી હતી. 2009થી 2026 દરમિયાન, ફ્લેમિંગે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમ.એસ. ધોની સાથે એક મજબૂત ભાગીદારી કેળવી એક એવો સહયોગ જેણે IPLમાં ઈતિહાસ રચ્યો. તેમની કોચિંગ હેઠળ, CSK લીગની સૌથી સાતત્યપૂર્ણ પ્રદર્શન કરનારી ટીમ બનીને ઉભરી આવી.

ફ્લેમિંગના કાર્યકાળમાં CSK ની ઐતિહાસિક સિદ્ધિઓ

સ્ટીફન ફ્લેમિંગે ચેન્નાઈ સુપર કિંગ્સને એક બ્રાન્ડ અને ચેમ્પિયનશિપ વિજેતા ટીમ બંનેમાં પરિવર્તિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. છેલ્લા 18 વર્ષોમાં ફ્રેન્ચાઇઝીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ફ્લેમિંગના કોચિંગ હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ વખત IPL ટાઇટલ જીત્યું છે અને બે વખત ચેમ્પિયન્સ લીગ T20 ટ્રોફી જીતી છે. તેમના માર્ગદર્શન હેઠળ, CSK રેકોર્ડ 12 વખત પ્લેઓફમાં પહોંચ્યું છે. આ ઉપરાંત ફ્લેમિંગના કાર્યકાળમાં 10 વખત ટીમે IPL ફાઇનલમાં આવી રેકોર્ડ બન્યો છે.

આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન જાહેર,જાણો મેચનું શેડ્યૂલ

IPL ઉપરાંત, ફ્લેમિંગે અન્ય 'સુપર કિંગ્સ' ટીમો - SA20માં 'જોબર્ગ સુપર કિંગ્સ' અને MLCમાં 'ટેક્સાસ સુપર કિંગ્સ' ને પણ કોચિંગ આપ્યું હતું. જોકે તેમની ટીમો SA20ની તમામ ચાર સીઝન અને MLCની પ્રથમ ત્રણ સીઝનમાં પ્લેઓફ સુધી પહોંચી હતી, તેમ છતાં તેઓ ક્યારેય ફાઇનલ રમી શક્યા ન હતા. વર્ષ 2026ની MLC સીઝનમાં 'ટેક્સાસ સુપર કિંગ્સ' પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે રહી અને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી, આ સાથે જ 'સુપર કિંગ્સ' ફ્રેન્ચાઇઝી સાથે ફ્લેમિંગનો કાર્યકાળ સમાપ્ત થયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

after 18 years stint ipl Chennai Super Kings head coach stephen fleming steps down

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ