બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વિરાટ કોહલી IN, ઇશાન કિશન OUT... પહેલી વનડે માટે આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

ક્રિકેટ / વિરાટ કોહલી IN, ઇશાન કિશન OUT... પહેલી વનડે માટે આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

Ajitsinh Jadeja

Last Updated: 10:33 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Cricket Team: ટી20 શ્રેણીમાં 0-4 થી શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયા વન ડે શ્રેણીની શરૂઆત મજબૂત જીત સાથે કરવા માંગશે. તેથી ગૌતમ ગંભીર અને શુભમન ગિલ પ્રથમ મેચ માટે પ્લેઇંગ ઇલેવન પસંદ કરતી વખતે કોઈ ભૂલ નહી કરે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચ 14 જુલાઈ મંગળવારના બર્મિંઘમના એજબેસ્ટન મેદાન ખાતે રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ સાથે ભારતીય ટીમ મજબૂત દેખાય છે, પરંતુ કેપ્ટન શુભમન ગિલ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર પ્લેઇંગ ઇલેવન પસંદ કરવામાં પડકારનો સામનો કરશે. સૌથી મોટો પ્રશ્ન કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરને લઇને છે.

ટી20ની જેમ વનડે ટીમમાં સ્થાન માટે ખેલાડીઓમાં વધુ સ્પર્ધા નથી. વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓ પણ પ્લેઇગ ઇલેવનમાં સ્થાન મેળવવાની રાહ જોઈ રહ્યા નથી. આમ છતાં ગૌતમ ગંભીર ટીમ કોમ્બિનેશન અંગે મૂંઝવણનો સામનો કરી રહ્યા છે, જ્યાં ખોટો નિર્ણય ટીમ ઇન્ડિયા માટે મોંઘો સાબિત થઈ શકે છે.

બેટિંગ ઓર્ડર લગભગ ફાઇનલ થઈ ગયો હોય તેવું લાગે છે. યશસ્વી જયસ્વાલે અફઘાનિસ્તાન સામેની છેલ્લી વનડેમાં ઇનિંગની શરૂઆત કરી હતી, પરંતુ તે ઇંગ્લેન્ડ શ્રેણી માટે ટીમનો ભાગ નથી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ટીમમાં વાપસી થઇ છે અને નંબર 3 પર રમવા માટે તૈયાર છે. પરિણામે ઇશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવશે.

રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલ આ મેચમાં ઇનિંગની શરૂઆત કરે તેવી શક્યતા છે. વિરાટ કોહલી, શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ ત્યારબાદ મિડલ ઓર્ડર સંભાળશે. શ્રેયસ અને રાહુલ વનડે ક્રિકેટમાં ક્રમશઃનંબર 4 અને નંબર 5 પર ભારતના સૌથી વિશ્વસનીય બેટ્સમેનોમાંના એક છે. જોકે ગૌતમ ગંભીર મુખ્ય કોચ બન્યા પછી રાહુલના બેટિંગ ઓર્ડરમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. તેથી તે જોવું રસપ્રદ રહેશે કે તેને ઇંગ્લેન્ડ સામે કયા સ્થાન પર મેદાનમાં ઉતારવામાં આવે છે.

બુમરાહની વાપસીથી તાકાત વધશે

અક્ષર પટેલને પરિસ્થિતિના આધારે નંબર 5 અથવા નંબર 6 પર મોકલવામાં આવી શકે છે. ભારતીય બેટિંગ ક્રમમાં જમણા હાથના બેટ્સમેનોની સંખ્યા વધુ હોવાથી અક્ષર ટીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ઝડપી બોલિંગ વિભાગ અંગેનું ચિત્ર પણ સ્પષ્ટ છે. જસપ્રીત બુમરાહ લાંબા સમય પછી વનડે ટીમમાં પરત ફરી રહ્યો છે. તે 2023 વનડે વર્લ્ડ કપ ફાઇનલ પછી પહેલી વાર આ ફોર્મેટમાં ભારત માટે મેદાનમાં રમશે. અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણ બુમરાહ સાથે રમવાનું લગભગ નક્કી છે. આ ત્રણ ઝડપી બોલરો ઇગ્લેન્ડની પરિસ્થિતિઓમાં ભારતીય બોલિંગ આક્રમણની મુખ્ય તાકાત સાબિત થઈ શકે છે.

શિવમ દુબેનું પણ રમવું લગભગ નક્કી!

ટીમ ઇન્ડિયાની અસલી પરેશાની આ પછી શરૂ થાય છે. હાર્દિક પંડ્યા અને નીતિશ કુમાર રેડ્ડી ઈજાને કારણે ઉપલબ્ધ નથી. શિવમ દુબેએ ટીમમાં સ્થાન મેળવ્યું છે, પરંતુ શું તે હાર્દિક કે નીતિશ કુમાર રેડ્ડીએ વનડે ક્રિકેટમાં જે સંતુલન જાળવી રાખ્યું હતું તે પૂરું પાડશે કે નહીં તે પ્રશ્નાર્થ છે. શિવમ બેટથી ઝડપથી રન બનાવી શકે છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ તેની બોલિંગને લઈને મોટો પડકારનો સામનો કરી રહ્યું છે. આનાથી કુલદીપ યાદવના પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન પર સીધી અસર પડી શકે છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ક્રિકેટ / 18 વર્ષ બાદ ટીમથી આ દિગ્ગજ ખેલાડી અલગ થતા CSKના ઐતિહાસિક યુગનો અંત

પ્રથમ વનડે માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર/કુલદીપ યાદવ, શિવમ દુબે, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણ.

પ્રથમ વનડે માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: જેકબ બેથેલ, બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કુરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડોસન, જોશ ટોંગ અને આદિલ રશીદ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Virat Kohli Indian Cricket Team ODI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ