ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / પહેલા પત્નીનું ગળું કાપ્યું પછી પતિએ ખાધો ગળે ફાંસો, મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ

ક્રાઈમ / પહેલા પત્નીનું ગળું કાપ્યું પછી પતિએ ખાધો ગળે ફાંસો, મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ

Published By: Nirav Kumar

Last Updated: 11:35 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઘરકંકાસના કારણે પતિએ પત્નીનું ગળું કાપ્યું હતું અને બાદમાં તેને આત્મહત્યા કરી લીધી હતી.

ADVERTISEMENT

વડોદરાના વાઘોડિયામાં ઘરકંકાસના કારણે પતિએ પત્નીનું ગળું કાપવાની ઘટના સામે આવી છે. પત્નીનું ગળું કાપ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના ઉમા પાર્ક સોસાયટીમાં બની હતી. જેમાં રાત્રિના સમયે પતિએ તેમના બંને બાળકોને રૂમમાં બંધ કરી પત્નીનું કટરથી ગળું કાપ્યુ હતું. જેમાં ગંભીર હાલતમાં પત્નીને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી. જેમાં પતિ પ્રદીપ કિશનરાવ ગાંગુડેએ પત્ની જ્યોતિબેનના ગળા પર કટરથી હુમલો કર્યો હતો. પત્નીનું ગળ્યું કાપ્યા બાદ પતિએ ઘરમાં જ સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ તરત જ 108થ ઇજાગ્રસ્ત જ્યોતિબેનને શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે રાત્રિના સમયે પુત્રએ તેના દાદાને ફોન કરી આ ઘટનાની જાણ કરી હતી.

આ ઘટના બાદ તેમના બાળકોએ બૂમાબૂમ કરી હતી. આથી તરત જ પાડોશીઓ દોડી આવ્યા હતા. બાદમાં પાડોશીઓ દ્વારા તેમના ઘરની બારીનો કાચ તોડી અંદર જોયુ તો પ્રદીપ છત પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

વધુ વાંચો : પ્રેમ માટે 12 વર્ષ પહેલાં સરહદ પાર કરી ભારત આવી હતી કાજલ, બે સંતાનોની માતા બન્યા બાદ આવ્યો કરુણ વળાંક

  • 15 વર્ષ પહેલાં લગ્ન

સુત્રો મુજબ, જ્યોતિબેન અમદાવાદના રહેવાસી હતા. તેમના લગ્ન 15 વર્ષ પહેલાં પ્રદીપ ગાંગુડે સાથે થયા હતા. આ બંને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. જેમાં તેમને એક પુત્ર અને એક પુત્રી એમ સંતાન છે. હવે આ ઘટના અંગે કપૂરાઈ પોલીસે ફરિયાદના આધારે મૃતક પ્રદીપ સામે એફાઇઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara suicide Murder

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ