બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બંગાળમાં બોટ દુર્ઘટનામાં નવ માછીમારોના મોત, મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત

નેશનલ / બંગાળમાં બોટ દુર્ઘટનામાં નવ માછીમારોના મોત, મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત

Ajitsinh Jadeja

Last Updated: 11:26 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

West Bengal: માછીમારી બોટમાં નવ માછીમારો મૃત હાલતમાં મળી આવ્યા, જ્યારે છ અન્ય ગુમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનો અને ઘાયલોને આર્થિક સહાયની જાહેરાત કરી.

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સુંદરવન નજીક બંગાળની ખાડીમાં એક મોટી ઘટના બની છે. અધિકારીઓએ મીડિયાને સોમવારે જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં માછીમારી બોટ લાપતા થઇ હતી તેમાં નવ માછીમારો મૃત હાલતમાં મળી આવ્યા છે અને છ અન્ય ગુમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકો અને ઘાયલોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં બોટ પલટી જવાથી થયેલ જાનમાલનું નુકસાન અત્યંત પીડાદાયક છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. તેમણે મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાય આપવાની જાહેરાત કરી.

2 જુલાઈના નીકળી હતી બોટ

સમાચાર એજન્સીએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે રવિવારે (12 જુલાઈ) પોલીસ, વન વિભાગ અને ભારતીય કોસ્ટ ગાર્ડના કર્મચારીઓએ ચુલકાઠી જંગલ નજીક રક્તાચર વિસ્તારમાં એક ડૂબી ગયેલી બોટ શોધી કાઢી હતી. બોટને બહાર કાઢીને તેની શોધખોળ કરતાં નવ માછીમારોના મૃતદેહ મળી આવ્યા હતા. 'એફબી મા કાલી' નામની આ બોટ 2 જુલાઈના પૂર્વ મિદનાપુર જિલ્લાના શંકરપુર ફિશરીઝ બંદર પરથી 15 માછીમારો સાથે નીકળી હતી.

આ પણ વાંચોઃ અયોધ્યા / રામ મંદિરનો CEO કેટલો શક્તિશાળી હશે? જાણો કેટલી હશે સત્તા અને શું હશે જવાબદારી

ખરાબ હવામાનને કારણે સંપર્ક તૂટી ગયો

એવું કહેવાય છે કે 5 જુલાઈના આ વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે બોટ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારથી સુંદરવન ટાઇગર રિઝર્વના ડેપ્યુટી ફિલ્ડ ડિરેક્ટરના નેતૃત્વમાં પોલીસ, કોસ્ટ ગાર્ડ, વન વિભાગ અને માછીમાર સંગઠનો દ્વારા સંયુક્ત શોધખોળ અભિયાન ચાલુ હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે છ ગુમ થયેલા માછીમારોનો કોઇ પત્તો હજુ મળ્યો નથી. મળી આવેલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બાકીના માછીમારોને શોધવા માટે સોમવારે એક નવું સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

South 24 Pargana Boat accident West Bengal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ