બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ પોલીસ તંત્ર એલર્ટ, SP, કમિશનર અને રેન્જ આઈજી સાથે DGPની વીડિયો કોન્ફરન્સ
Last Updated: 10:32 PM, 13 July 2026
રાજ્યભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્યના પોલીસ વડા (DGP) જી.એસ. મલિકની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ અધિક્ષકો (SP) જોડાયા હતા. બેઠક દરમિયાન રાજ્યભરમાં રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરવામાં આવેલી સુરક્ષા તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
ADVERTISEMENT

સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારીના આદેશ
ADVERTISEMENT
બેઠકમાં ખાસ કરીને અમદાવાદ, ભાવનગર અને ખંભાત જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની સતર્કતા રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની વધુમાં વધુ બેઠકો યોજી સ્થાનિક આગેવાનો સાથે સંવાદ વધારવા તેમજ રથયાત્રાના આયોજકો સાથે અગાઉથી સંકલન બેઠક યોજી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર સતત અને કડક મોનિટરિંગ રાખવા સૂચના
ADVERTISEMENT
DGPએ સોશિયલ મીડિયા પર સતત અને કડક મોનિટરિંગ રાખવા સૂચના આપી હતી, જેથી કોઈપણ પ્રકારની અફવા અથવા ભડકાઉ પોસ્ટ સામે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે. સાથે જ રથયાત્રાના રૂટ પર સઘન ફૂટ પેટ્રોલિંગ વધારવા અને પોલીસ કર્મચારીઓને વધુમાં વધુ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
ડીબ્રિફિંગ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હિસ્ટ્રીશીટરો સાથે અગાઉથી બેઠકો યોજી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા તેમજ લાંબા રૂટ ધરાવતા વિસ્તારોમાં પોલીસ ફોર્સનું અગાઉથી ડીબ્રિફિંગ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
ADVERTISEMENT
વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને રથયાત્રાના માર્ગ પર આવેલા જોખમી વીજવાયરો અને અન્ય સંભવિત જોખમોની ચકાસણી કરવા સંબંધિત વિભાગો સાથે સંકલન સાધવા પણ સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ રાણકી વાવના નામે મોટી સિદ્ધિ, WOW એવોર્ડ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ
ADVERTISEMENT
બેઠકના અંતે રાજ્યના પોલીસ વડાએ તમામ જિલ્લાઓની સુરક્ષા તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી અને રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે દરેક અધિકારીને સતર્કતા અને સંકલન સાથે કામગીરી કરવાની સૂચના આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.