બ્રેકિંગ ન્યુઝ
9 ફોટો ગેલેરી
Last Updated: 07:58 PM, 13 July 2026
1/9
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડની ટીમને હરાવી છે. આ ટેસ્ટ મેચમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને પ્રથમ મહિલા ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 270 રનથી હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. એક તરફ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે હારી રહી છે. એવામાં મહિલા ટીમે ફેંસને રાહત આપી છે.
2/9
આ મેચમાં યાસ્તિકા ભાટિયાની શાનદાર સદી અને ભારતીય બોલરોના મજબૂત પ્રદર્શનના આધારે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને તેના જ મેદાનમાં હરાવ્યું હતું. જેમાં ભારતે 341/7 પર પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. જેનાથી ઇંગ્લેન્ડને 457 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડનની ટીમ 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડે સોમવારે ત્રીજા દિવસના 130/6 ના સ્કોરથી રમત ફરી શરૂ કરી હતી.
3/9
આ વિજયની સૌથી મોટી હીરો વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાટિયા હતી. તેને 113 રનની શાનદાર ઇનિંગ રમીને પોતાની ટેસ્ટ કરિયરની પહેલી સદી ફટકારી અને લોર્ડ્સ ઓનર બોર્ડ પર પોતાનું નામ લખાવ્યું હતું. યાસ્તિકાએ 145 બોલમાં પોતાની સદી પૂરી કરી અને તેની ઇનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. રિચા ઘોષે પણ ફાસ્ટ ફિફ્ટી મારી હતી. જેના પછી કેપ્ટન હરમનપ્રીત કૌરે ઇનિંગ ડિકલેર કરી (341/7 દિવસ) હતી.
4/9
5/9
457 રનનો ટાર્ગેટ પીછો કરતી વખતે ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી. પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ લઈને લોર્ડ્સના ઓનર બોર્ડમાં સ્થાન મેળવનાર ક્રાંતિ ગૌરે બીજી ઇનિંગમાં પણ ભારે ખલબલી મચાવી હતી. તેને પહેલી જ ઓવરમાં ટેમી બ્યુમોન્ટને વિકેટ વગર બોલિંગ કરી હતી. આ બ્યુમોન્ટની ઇન્ટરનેશનલ કરિયરની છેલ્લી ઇનિંગ હતી. ભારતીય ખેલાડીઓએ પણ તેને મેદાન છોડતી વખતે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
6/9
ત્યાર બાદ ક્રાંતિએ ઇંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન હીદર નાઈટને આઉટ કરી હતી. નાઈટે પણ આ ટેસ્ટ બાદ રિટાર્યમેન્ટ લેવાનો નિર્ણય લીધો હતો પરંતુ તે પોતાની વિદાય મેચને યાદગાર બનાવવામાં નિષ્ફળ રહી, જેમાં તે 13 રન બનાવીને આઉટ થઈ ગઈ. સ્નેહ રાણા (4 વિકેટ) ની સાથે, ક્રાંતિ ગૌર, દીપ્તિ શર્મા અને સયાલી સતઘરેએ પણ બે-બે વિકેટ લીધી હતી.
7/9
જેનાથી ઇંગ્લેન્ડની બેટિંગનો ધબડકો થયો હતો. આ ઇનિંગમાં એમી જોન્સે થોડા સમય માટે સંઘર્ષ કર્યો હતો અને 54 રન બનાવ્યા પરંતુ ભારતીય બોલરો સામે તે જીતાડવામાં અસમર્થ રહી. સોફી એક્લેસ્ટોન (50) એ પણ ટકી રહેવાનો પ્રયાસ કર્યો. અને અંતે ઇંગ્લેન્ડ 186 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું .
8/9
ભારતના બીજા દાવમાં સ્મૃતિ મંધાનાએ પણ મહત્વની 70 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રિચા ઘોષની આક્રમક બેટિંગે ભારતની લીડને 450 રનથી આગળ લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતીય બેટરોએ સમગ્ર મેચ દરમિયાન ઇંગ્લેન્ડના બોલરો પર પ્રેશર જાળવી રાખ્યું હતું અને પછી બોલરોએ જીત અપાવી હતી.
9/9
આ મેચમાં ભારતીય ખેલાડીઓએ લોર્ડ્સના ઓનર બોર્ડ પર પોતાના નામ લખાવી લીધા છે. જેમાં ક્રાંતિ ગૌરે પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે. જ્યારે યાસ્તિકા ભાટિયાએ બીજા ઇનિંગમાં સદી ફટકારીને તે લિસ્ટમાં એડ થઇ છે. એક તરફ પુરુષોની ટીમની નિરાશા વચ્ચે મહિલા ટીમ માટે આ જીત ભારતીય ક્રિકેટ માટે મોટી રાહત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ